અક્ષય તૃતિયાના પાવન પર્વથી ચારધામની યાત્રાની શરૂઆત થઇ ગઇ છે. સંપૂર્ણ વિધિવિધાન સાથે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ભાવિકો માટે ખૂલ્યા છે. ઉત્તરખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ ગંગોત્રી ધામમાં પૂજન અર્ચન કર્યુ હતુ.. કપાટ ખૂલ્યા બાદ સીએમ ધામીએ સૌથી પહેલા પીએમ મોદીના નામની પૂજન વિધિ કરી હતી. પૂજન અર્ચન બાદ સીએમ ધામીએ કહ્યુ કે, યાત્રાને લઈને ભાવિકોની કોઈ સંખ્યા નિર્ધારિત કરવામાં આવી નથી. જો મોટી સંખ્યામાં યાત્રીકો આવે છે તો કોઈ નિર્ણય લઈશું. થોડા દિવસ પહેલા વહીવટી તંત્ર દ્વારા યાત્રીકોની સંખ્યા નિર્ધારિત કરવા આદેશ આપવામાં આવ્યા હતા.
આ પહેલા તમામ તૈયારી વચ્ચે મા ગંગાની શીતકાલિન પ્રવાસ ભૈરો ઘાટી સ્થિત મુખબા ગામથી સવારે 8 વાગ્યે મા ગંગાની ઉત્વસ ડોલી વિધિ વિધાન સાથે ગંગોત્રી ધામ પહોંચી હતી. ઉત્સવ ડોલીમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા, હર હર ગંગે અને જય મા ગંગેના જયકારા સાથે માહોલ ભક્તિમય થયો હતો. ગંગોત્રી ધામમાં આર્મિ બેન્ડની ધૂન પર પારંપરિક વાદ્ય યંત્રો સાથે સેંકડોની સંખ્યામાં ભક્તોની ઉમટી પડ્યા હતા. મા ગંગાની ઉત્સવ ડોલી ગંગોત્રી પહોંચી ત્યારે શ્રદ્ધાળુઓ ભાવુક થયા હતા.