spot_img

HDFCએ 100 ગ્રાહકો થયા માલામાલ, અચાનક એકાઉન્ટમાં આવ્યા 13 કરોડ રૂપિયા

ચેન્નઇઃ તમિલનાડુમાં HDFC બેંકે તેના 100 થી વધુ ગ્રાહકોને એક દિવસ માટે કરોડપતિ બનાવી દીધા છે. રવિવારે બેંકે તેમના ખાતામાં 13-13 કરોડ રૂપિયા જમા કરી દીધા હતા. જોકે, થોડા સમય પછી ગ્રાહકોની આ ખુશી ગમમાં ફેરવાઇ ગઇ હતી. દેશની મોટી બેંકે કરેલી ભૂલ હવે ચર્ચાનો વિષય બની છે.

ખરેખર, ચેન્નઈના ટી. નગરમાં આવેલી HDFC બેંકની શાખા સાથે સંકળાયેલા 100 ગ્રાહકોને એક SMS મળ્યો હતો. મેસેજ દ્વારા બેંકે દરેક ગ્રાહકને કહ્યું હતું કે તેના ખાતામાં 13 કરોડ રૂપિયા જમા થઈ ગયા છે. મતલબ કે બેંક દ્વારા કુલ 1300 કરોડ રૂપિયાના મેસેજ મોકલવામાં આવ્યા હતા. ખાતામાં આટલી મોટી રકમ આવતા જ એક ગ્રાહકના હોશ ઉડી ગયા હતા. તેણે પોલીસને જાણ કરી, કારણ કે તેને ડર હતો કે તેનું એકાઉન્ટ હેક થઈ શકે છે.

પોલીસે બેંક શાખાના અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ કહેવામાં આવ્યું કે કોઈ ટેકનિકલ ખામીના કારણે SMS પહોંચી ગયો છે. તપાસ કરતા જાણવા મળ્યું કે બ્રાન્ચમાં સોફ્ટવેર પેચની પ્રક્રિયા કરવામાં આવી રહી છે, જેના કારણે આ સમસ્યા ઊભી થઈ છે. જો કે, સમસ્યા ચેન્નઈની સમાન એચડીએફસી બેંકની શાખાના કેટલાક ખાતાઓ સુધી મર્યાદિત હતી.

એચડીએફસીના એક સૂત્રે જણાવ્યું હતું કે આ માત્ર ટેકનિકલ ખામીને કારણે થયું છે. કોઈ હેકિંગ થયું નથી અને 100 ગ્રાહકોના ખાતામાં 13 કરોડ રૂપિયા જમા થયા નથી. ભૂલને કારણે માત્ર મેસેજ જ ગયો છે.

બેંકના સૂત્રએ વધુમાં જણાવ્યું હતું કે, માહિતી મળતાં જ અમે આ ખાતામાંથી પૈસા ઉપાડવાનું તરત જ બંધ કરી દીધું હતું. આ સમય દરમિયાન ખાતામાં માત્ર પૈસા જ જમા કરાવી શકાશે. જ્યાં સુધી સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ દૂર કરવામાં આવશે નહીં.

અધિકારીઓનો દાવો છે કે રવિવારે 80 ટકા સમસ્યા ઠીક થઈ ગઈ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે IT રિટર્ન ફાઇલ કરતી વખતે ગ્રાહકોને કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આ પણ ચોક્કસપણે ઉકેલવામાં આવશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles