spot_img

LRDની 10,988 જગ્યાઓની ભરતી માટે ભરાયા અધધ..11 લાખ 13 હજાર 251 ફોર્મ

ગાંધીનગરઃ પોલીસ વિભાગમાં લોક રક્ષક દળ- LRDમાં 10 હજાર 988 જગ્યાઓની ભરતીમાં 11 લાખ 13 હજાર 251 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં 8 લાખ 68 હજાર 422 ફોર્મ કન્ફર્મ થયાં છે. ભરતીમાં 6 લાખ 35 હજાર પુરૂષ ઉમેદવારો અને 2 લાખ 33 હજાર 414 મહિલા ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. ફોર્મ ભરવા માટે મંગળવારે છેલ્લો દિવસ છે. 4 વર્ષ પછી થઈ રહેલી આ ભરતી માટે આગામી ડિસેમ્બરથી શારીરિક કસોટી યોજાશે.

આ વર્ષે નવા રચાયેલા LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ ટ્વિટરના માધ્યમથી કમ્પ્યુટર સર્ટિફિકેટની હાલ જરૂર નથી એવી સ્પષ્ટતા કરી હતી. આ સર્ટિફિકેટ ભરતી પ્રક્રિયાના અંતિમ તબક્કે પસંદગી પામેલા ઉમેદવારને દસ્તાવેજ ચકાસણી દરમિયાન રજૂ કરવાનું હોય છે.

લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે. જેમાં મહિલાઓ માટે એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને 1983 જગ્યા અનામત રખાઇ છે. સરકારે તમામ ભરતીઓ માટેની મહત્તમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય લીધો હોવાથી આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 34 વર્ષ રાખી છે. ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles