ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના 118 ગામોને ભારે વરસાદથી અસરગ્રસ્ત માં સમાવેશ કરવામાં આવ્યો ગુજરાત સરકારે સપ્ટેમ્બરના બીજા પખવાડિયામાં થયેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત નવ જિલ્લાના વિવિધ તાલુકાઓનો સમાવેશ કર્યો છે જેમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના 118 ગામનો સરકારે ભારે વરસાદથી અસરગ્રસ્ત માં સમાવેશ કરતા ખેડૂતોમાં આનંદ ફેલાયો છે.
ભાવનગર જિલ્લા માહિતી કચેરી માંથી મળતી માહિતી મુજબ જે ખેડૂતોને ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન થયું છે તેમને એસડીઆરએફ ના ધોરણો મુજબ બિનપિયત પાક માટે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૃપિયા 6800 ચુકવાશે જે ખેડૂતોને અડધા એક્ટરમાં નુકસાન થયું હશે તો તેમને એચ ડી આર એફ માંથી અનેરૂ 3400 અને સરકારી બજેટમાંથી 600 રૂપિયા ચૂકવાશે તેમ તેમ માહિતી કચેરીના સુનીલ પટેલ ની યાદીમાં જણાવવામાં આવ્યું છે