13 વર્ષિય માહિકાએ એક વીડિયો જોયો જે ફેશન ઈન્ડસ્ટ્રીમાંથી નિકળતા કચરા પર હતો. જેને માહિકાને એક નવો વિચાર આપ્યો અને પછી માહિકાએ પાછળ વળી ક્યારે પણ ન જોયુ.
માહિકાએ પોતાના રીસર્ચમાં શોધ્યું કે દર વર્ષે 13 મિલિયન ટન કાપડ જે 85 ટકા છે જે લેંડફીલ્ડમાં પહોંચી જાય છે. કપડા ઉત્પાદન કરવાની સામગ્રીમાંથી ફક્ત એક ટકા જ સામગ્રી ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. પોતાના રીસર્ચની વાત તેણે Young Entrepreneurship Academy ના ક્લાસમાં ચર્ચા કરી. બાદમાં પોતાના સાથીઓ સાથે અને મેંટર્સ સાથે પોતાનો ખુદનો બિઝનેઝ Denimblue શરૂ કરવાનો વિચાર વિમર્શ શરૂ કર્યો. YEAમાં શિક્ષકો અને ઈન્વેસ્ટર પેનલમાં ગેસ્ટ સ્પીકર્સ અને જજીસના નિરંતર માર્ગદર્શન સાથે તેણે દિવ્યાંગોની એક વ્યવસાયિક પ્રશિક્ષણ કેન્દ્ર સાથે કરાર કર્યો. જેમાં બીનઉપયોગી ડેનિમ જીન્સમાંથી બૈગ્સ તૈયાર કરવામાં આવી. જેમાં તમામ ડિઝાઈન Denimblue આપે છે. પ્રશિક્ષણ કેન્દ્રમાં ફક્ત બેગ નહી પણ હોલ્ડર અને એપ્રન પણ અને અન્ય ફેશનેબલ ચીજવસ્તુઓ પણ તૈયાર થાય છે. તમામ પ્રોડક્ટ સરેરાશ 400 થી 800 રૂપિયાની વચ્ચે વેચાય છે.
માહિકા જણાવે છે Denimblue હવે યુનિક પ્રોડક્ટ બનાવવા તરફ વળી ગયુ છે. જેવા કે ચાર્જિંગ ફોન અને સ્ટેશનરી અને બાથરૂમ કિટ હોલ્ડર્સ વગેરે વસ્તુ પણ બનાવાની શરૂઆત કરી દીધી છે. Denimblueનો ઉદ્દેશ ફક્ત એટલો જ છે કે સોશ્યલ મીડિયા પર ફેશન અને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીના મુદ્દે જાગૃક્તા ફેલાવવાનો છે.
ઉલ્લેખનીય છે કે, એસેસરી સેગમેંટમાં અત્યારે આશરે 4 બિલિયન ડોલર છે હવે 9.95 ટકા વૃદ્ઘી સાથે 2025 સુધી 6 બિલિયન ડોલર સુધી પહોંચી જવાનો અનુમાન છે.