ઇન્દોરઃ ‘એમપી ગજબ હૈ’ આ વાક્ય એમ જ કહેવામાં આવતું નથી. મધ્યપ્રદેશના જબલપુરમાં એક વિચિત્ર ઘટના બની હતી જેમાં એક વ્યક્તિએ પાલતુ પોપટ ગુમ થતા તેને શોધનારને 15 હજાર રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. પોપટનું નામ બિટ્ટૂ છે. એટલુ જ નહી પોપટના માલિકે તેને શોધવા માટે પેપ્લેટ છપાવ્યા હતા અને આખા શહેરમાં વહેંચ્યા હતા.
રાંઝી માનેગામના રહેવાસી અમન સિંહ ચૌહાણે લગભગ બે વર્ષ અગાઉ કરન પ્રજાતિનો એક પોપટ પાળ્યો હતો. તાજેતરમાં જ પોપટ પિંજરુ ખોલીને બહાર નીકળી ગયો હતો અને બાદમાં ક્યાંક ગુમ થઇ ગયો હતો. બાદમાં તેમણે તેને શોધવા માટે આસપાસ ખૂબ તપાસ કરી હતી. બાદમાં જાહેરખબરો પણ આપી પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો નથી. બાદમાં તેમણે જાહેરાત કરી કે જે તેમના બિટ્ટુને શોધીને લાવશે તેને 15 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.