અમેરિકામાં એક વકીલની હત્યાનો કેસ 20 વર્ષથી વણઉકેલ્યો છે. બે દાયકા જૂના આ કેસને લઇને ઇનામની રકમ 2.5 મિલિયન ડોલર એટલે કે 18 કરોડ રૂપિયાથી વધુ કરી દેવામાં આવી છે. વકીલની મર્ડર મિસ્ટ્રી ઉકેલવવામાં મદદ કરનાર વ્યક્તિને 18 કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
વાસ્તવમાં વોશિંગ્ટનમાં Seattle સંઘીય વકીલની હત્યા સાથે જોડાયેલા બે દાયકા જૂના કેસને ઉકેલવવામાં અસમર્થ પોલીસે ઇનામની રકમ 18 કરોડ રૂપિયા સુધી વધારી દીધી છે. અગાઉ ઇનામની રકમ 11 કરોડ હતી. ડેઇલી મેલના રિપોર્ટ અનુસાર 49 વર્ષીય થોમસ વેલ્સને 11 ઓક્ટોબર 2001ના રોજ તેમના ઘરમાં જ એક અજાણ્યા શૂટરે સેમી ઓટોમેટિક હેન્ડગનથી ગોળી મારી દીધી હતી 2001માં થયેલા આ હત્યાકાંડમાં હજુ સુધી કોઇ મજબૂત પુરાવા મળી શક્યા નથી. બાદમા ઇનામની રકમ વધારવાની જાહેરાત કરાઇ છે.
વોશિંગ્ટનના પશ્વિમી જિલ્લાના યુએસ એર્ટોની નિકોલસ બ્રાઉને સમારોહમાં ઇનામની રકમની જાહેરાત કરી હતી જેમાં ન્યાય વિભાગે બે મિલિયન ડોલર અને પૂર્વ અમેરિકન એર્ટોનીએ નેશનલ અસોસિયેશન પાસેથી 500,000 ડોલર ફાળવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે બ્રાઉન આ મર્ડર કેસના છઠ્ઠા વકીલ છે અને તેમનું માનવું છે કે મામલામાં નવો એન્ગલ મળશે. એફબીઆઇએ લાંબા સમય સુધી એ થિયરી પર વિશ્વાસ કર્યો કે એક પાયલટ પર વકીલ થોમસ વેલ્સે અગાઉ છેતરપિંડીનો કેસ કર્યો હતો. જેણે એક શૂટરને હાયર કર્યો હતો. ડ્રગ્સની તસ્કરી કેસમાં વેલ્સ વકીલ હતા એ પણ હુમલા પાછળનું એક કારણ હોઇ શકે છે. પરંતુ સત્ય શું છે એ હજુ સુધી જાણી શકાયું નથી.