જો તમે YouTube પર વીડિયો જોવાના શોખીન છે તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે 20 યુ ટ્યૂબ વીડિયો દર સપ્તાહે જાતે જ ડાઉનલોડ થઇ જશે. તે પણ કોઇપણ ડેટા વગર. તેને તમે ગમે ત્યારે ઓફલાઇન જોઇ શકશો. YouTube પર એક નવ ફિચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે જે યૂઝર્સને ડેટા કનેક્શન વગર કન્ટેન્ટનો આનંદ લેવાની પરવાનગી આપશે. YouTube નું નવું સ્માર્ટ ડાઉનલોડ ફિચર એન્ડ્રોઇડ ડિવાઇસનના વાઇ-ફાઇથી કનેક્ટ થવા પર વીડિયો પોતાની રીતે ડાઉનલોડ કરી શકાય છે. લેટેસ્ટ સ્માર્ટ ડાઉનલોડ ફિચર દર સપ્તાહે 20 રેકમેન્ડેડ વીડિયો ડાઉનલોડ કરી શકે છે. હાલ આ ફિચર સિમિત સમય માટે અને સિમિત યૂઝર્સ માટે એક એક્સપરિમેન્ટલ ફિચરના રૂપમાં ઉપલબ્ધ છે.
નવું ફિચર એન્ડ્રોઇડના લેટેસ્ટ વર્ઝન પર કામ કરશે
એન્ડ્રોઇડ પર YouTube માટે નવા ફિચરની ટેસ્ટિંગની જાણકારી સૌથી પહેલા 9to5Google આપી હતી. રિપોર્ટ પ્રમાણે સ્માર્ટ ડાઉનલોડ ફિચર ડિવાઇસના વાઇ-ફાઇથી કનેક્ટ થવા પર દર સપ્તાહે 20 વીડિયો પોતાની જાતે ડાઉનલોડ કરી શકે છે. નવા ફિચરની ટેસ્ટિંગ યૂરોપમાં યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. સપ્તાહમાં બધા 20 વીડિયો ડાઉનલોડ કરવા માટે પર્યાપ્ત ફોન સ્ટોરેજ ના હોવા પર ઉપયોગકર્તાને નોટિફિકેશન મળશે. આ ફિચર 14 ફેબ્રુઆરી સુધી પ્રીમિયમ ગ્રાહકો માટે એક્સપેરિમેન્ટલ ફિચરના રુપમાં ઉપલબ્ધ છે. કહેવામાં આવી રહ્યું છે કે નવું ફિચર એન્ડ્રોઇડના લેટેસ્ટ વર્ઝન પર કામ કરશે.
પોતાના મનપસંદ ગીતો અને વીડિયો ડાઉનલોડ કરીને ઓફલાઇન મ્યૂઝિકનો આનંદ લઇ શકેશે
YouTube મ્યૂઝિક પ્રીમિયમ મેમ્બર્સને એક સ્માર્ટ ડાઉનલોડ ફિચર પણ પ્રદાન કરે છે. આ સાથે ઉપયોગકર્તા પોતાના મોબાઇલ ડિવાઇસેસ પર પોતાના મનપસંદ ગીતો અને વીડિયો ડાઉનલોડ કરીને ઓફલાઇન મ્યૂઝિકનો આનંદ લઇ શકે છે. એક વખત સ્માર્ટ ડાઉનલોડ ફિચર ઇનેબલ થવા પર એપ વાઇ-ફાઇથી કનેક્ટ થવા પર ઉપયોગકર્તાની પાછલી લિસ્નિંગ હિસ્ટ્રીના આધારે ઓટોમેટિકલી કન્ટેન્ટ ડાઉનલોડ કરશે. ડાઉનલોડને બનાવી રાખવા માટે ઉપયોગકર્તાએ દર 30 દિવસોમાં ઓછામાં ઓછું એક વખત ઇન્ટરનેટ ફરીથી કનેક્ટ કરવાની સલાહ આપવામાં આવે છે.