spot_img

દર્દીની કિડનીમાંથી કાઢવામાં આવી 206 પથરી, એક ભૂલથી દર્દીના થયા હતા આવા હાલ

હૈદરાબાદમાં એક દર્દીની કિડનીમાંથી પથરી કાઢવાનો એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં ડોક્ટરોની ટીમે 54 વર્ષના દર્દીની સર્જરી કરીને 206 કિડનીની પથરી કાઢી હતી. એક કલાકની સર્જરી બાદ ડોક્ટરોને કિડનીમાંથી પથરીઓ કાઢવામાં સફળતા મળી હતી.

તેલંગાણાની અવેર ગ્લેનેગલ ગ્લોબલ હોસ્પિટલના ડૉક્ટરોએ કીહોલ સર્જરી દ્વારા નલગોંડાના રહેવાસી વીરમલ્લા રામલક્ષ્મૈયાની કિડનીમાંથી 206 પથરીઓ કાઢી હતી. રિપોર્ટ અનુસાર, દર્દી સ્થાનિક ડૉક્ટર પાસેથી દવા લઈ રહ્યો હતો, જેનાથી તેને થોડા સમય માટે દર્દમાં રાહત મળતી હતી પરંતુ બાદમાં પીડા વધતી હતી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તેને પોતાનું કામ કરવામાં પણ તકલીફ થવા લાગી હતી.

હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ ડૉ. પૂલા નવીન કુમારે જણાવ્યું હતું કે, “પ્રારંભિક તપાસ અને અલ્ટ્રાસાઉન્ડ સ્કેનથી જાણવા મળ્યું કે વ્યક્તિની કિડનીની ડાબી બાજુએ કિડનીમાં પથરી છે. સીટી સ્કેન આવ્યા બાદ કિડનીમાં પથરી હોવાની વાત કન્ફર્મ થઈ હતી. આ પછી ડૉક્ટરોએ દર્દીનું કાઉન્સેલિંગ કર્યું અને તેને એક કલાકની કીહોલ સર્જરી માટે તૈયાર કર્યો. આ સર્જરીમાં કિડનીની તમામ પથરી સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી.

વીરમલ્લા રામલક્ષ્મૈયા સર્જરી બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. ડોક્ટરે કહ્યું કે દર્દીને સર્જરીના બીજા જ દિવસે રજા આપવામાં આવી હતી. હોસ્પિટલના તબીબોએ જણાવ્યું કે ઉનાળામાં વધુ તાપમાનને કારણે લોકોમાં ડીહાઈડ્રેશનના કેસ વધવા લાગે છે. આવી સ્થિતિમાં લોકોને શરીરને હાઇડ્રેટ રાખવાની સલાહ આપવામાં આવે છે.

તબીબોનું કહેવું છે કે ઉનાળાની ઋતુમાં લોકોએ પુષ્કળ પાણી પીવું જોઈએ. નારિયેળ પાણી પણ શરીરને હાઇડ્રેટ રાખી શકે છે. આ સિઝનમાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે તમે તરબૂચ, છાશ, લસ્સી કે કાકડી જેવી વસ્તુઓને પણ ડાયટમાં સામેલ કરી શકો છો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles