રાજ્યના (Gujarat) ખેડૂતો (Farmer) માટે વધુ એકવાર ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના (Weather Department) હવામાન વિભાગ દ્વારા આગાહી (Forcast) કરવામાં આવી છે. કે આગામી 24 કલાકમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ (Rain) વરસશે.
રાજ્યના ખેડૂતોની સમસ્યાઓનું નિવારણ થવાનું જ હતુ, કે હવે ફરીથી કુદરત રૂઠી છે. હવામાન વિભાગે આગાહી કરી છે. કે આગામી 24 કલાકમાં ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઋતુ જેવો માહોલ સર્જાશે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત પણ થઈ હતી. તો સૌરાષ્ટ્ર પણ આ સમસ્યાથી બાકી રહ્યુ નહોતુ. રાજકોટમાં તો માર્કેટિંગ યાર્ડમાં મુકેલી મગફળીઓ પણ ભીંજાઈ ગઈ હતી
આગાહી પ્રમાણે આગામી 24 કલાક આજ રીતે વાદળછાયુ વાતાવરણ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદ વરસવાના કારણે લઘુત્તમ તાપમાન માં ઘટાડો નોંધાશે જેના કારણે ઠંડીમાં પણ વધારો થશે. છેલ્લા બે દિવસથી અમદાવાદ વડોદરા રાજકોટ તથા સુરતમાં ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં 21 મીમી જેટલો વરસાદ નોંધાયો છે આ જ પ્રકારે આગામી ૨૪ કલાકમાં પણ અન્ય જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે હવામાન વિભાગે રાજ્યના ખેડૂતોને પણ પોતાના પાકને સાર સંભાળ રાખવાની સલાહ આપી છે.
આજ પ્રકારે નવેમ્બર મહિનાના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને બેવડો માર સહન કરવો પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રના કેટલાક માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓનો મુકેલી જણસીઓ પલળી ગઈ હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે આગાહી વરસાદની આગાહી કરતાં ગુજરાતના ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.