26 Years Of DDLJ: શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેગેની (DDLJ) રિલીઝને 26 વર્ષ પૂર્ણ થયા છે. 20 ઓક્ટોબર 1995માં રિલીઝ થયેલી આદિત્ય ચોપરાની ડીડીએલજેએ શાહરૂખ ખાનને કિંગ ઓફ રોમાંસ બનાવી દીધો હતો. શાહરૂખ ખાન અને કાજોલે રાજ અને સિમરનનો રોલ પ્લે કરી સિલ્વર સ્ક્રીન પર એવો જાદુ ચલાવ્યો કે આજે પણ સીનેમાપ્રેમી તેને ભૂલ્યા નથી. બ્લોકબસ્ટર રહેલી આ ફિલ્મે કેટલાક ફિલ્મફેર એવોર્ડ પોતાના નામે કર્યા હતા. ફિલ્મની સફળતાએ શાહરૂખના કરિયરમાં ચાર ચાંદ લગાવી દીધા હતા પરંતુ રાજનો રોલ શાહરૂખ ખાન પહેલા સૈફ અલી ખાનને ઓફર કરવામાં આવ્યો હતો.
ફિલ્મ જ્યારે રિલીઝ થઇ તો ફિલ્મના લીડ એક્ટર સાથે સાથે તમામ રોલ પોપ્યુલર બની ગયા હતા. જોકે, ફિલ્મ બનાવતા સમયે કોઇએ એમ વિચાર્યુ નહતુ કે આ ફિલ્મ આઇકોનિક બની જશે. મીડિયાના સમાચાર અનુસાર, યશ ચોપરાએ જ્યારે દિલવાલે દુલ્હનિયા લે જાએગે બનાવવાનું વિચાર્યુ તો લીડ એક્ટર તરીકે તેમણે સૈફ અલી ખાનને લેવાનું વિચાર્યુ હતુ કારણ કે તેમણે લાગ્યુ કે ઇન્ડો અમેરિકન અફેરની આ કહાનીમાં સૈફ ફિટ બેઠશે પરંતુ સૈફે ફિલ્મ કરવાનો કોઇ કારણથી ઇનકાર કરી દીધો હતો અને આવી રીતે આ ફિલ્મ શાહરૂખ ખાનને મળી ગઇ હતી. આ ફિલ્મની રિલીઝે શાહરૂખ ખાનની પોપ્યુલારિટીને વધારી દીધી હતી અને દરેક યુવતીને પોતાના સપનાનો રાજકુમાર રાજની જેમ જ જોવાના સપના જોવા લાગતી હતી.
દિલવાલે દુલ્હનિયા લે જાએગેના એક એક સીન અને ડાયલોગ પર થિયેટરમાં બેઠેલા દર્શકોએ તાળી વગાડી હતી. પછી અમરીશ પુરીનો પોતાની પુત્રી સિમરનને કહેવુ કે જા સિમરન જા…જી લે અપની જિંદગી. હોય કે પછી રેલ્વે સ્ટેશન પર શાહરૂખ ખાનનો પલટ વાળો ડાયલોગ એવા હિટ થયા કે યુવક અવાર નવાર યુવતીને બોલાવતા સાંભળતા મળ્યા છે.
ભલે ફિલ્મ રિલીઝના 26 વર્ષ વીતી ગયા હોયો પણ તે જમાનાના યુવા આજે આધેડ થઇ ગયા છે પરંતુ દિલવાલે દુલ્હનિયા લે જાએગે ફિલ્મ દર્શકોને આજે પણ મનોરંજક લાગે છે. દર્શકોના પ્રેમને કારણે જ ફિલ્મે રેકોર્ડ પોતાના નામે કર્યા છે. મુંબઇના મરાઠા મંદિરમાં આ ફિલ્મ 1 હજાર અઠવાડિયા ચાલી હતી. આ રેકોર્ડ આ પહેલા માત્ર શોલે ફિલ્મના નામે છે.