રાજ્યમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રૉનના કેસમાં વધારો થઇ રહ્યો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે.ઓમિક્રોન દર્દીની વિદેશ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય તોપણ ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે.
સુરતમાં ઓમિક્રૉનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને આખે આખા પરિવાર કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. સુરતમાં માત્ર 11 દિવસમાં જ 29થી વધુ આખે આખા પરિવાર કોરોનાની ઝપટમાં આવી ગયા છે. કોરોનાને કારણે 162 પરિવારના સભ્ય હોમ આઇસોલેશનમાં આવી ગયા છે.
બાળક પણ થઇ રહ્યા છે સંક્રમિત
છેલ્લા 8 દિવસમાં શહેરમાં 1થી 18 વર્ષના 904 બાળક સંક્રમિત થયા છે. શરૂઆતમાં સ્કૂલોમાં કેસ સામે આવી રહ્યા છે. સ્કૂલમાં સૌથી વધુ કોરોનાના કેસ સામે આવતા તેને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ધોરણ 1થી 9ની સ્કૂલોને બંધ કરવામાં આવી છે.
સુરતમાં નવા 1988 અને જિલ્લામાં 136 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,56,580 થઇ ગઇ છે. સુરત શહેર-જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 10 હજારને પાર થઇ ગઇ છે.