ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ મથક માં ફરજ બજાવતા 6 પોલીસ કર્મચારીઓ થયા કોરોનાગ્રસ્ત.સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના એ કાળો કેર વર્તાવ્યો છે અને સતત કૈસો વધતા જાય છે અને કોરોના વોરિયર્સ કહી શકાય તેવા પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા મહુવા પોલીસ મથકના 6 કર્મચારી કોરોનાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે, તમામ પોલીસ કર્મચારીઓ હાલ હોમ કોરોન્ટાઇન થઈ સારવાર લઈ રહ્યા છે આ જોતા હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે તેમજ તમામ સરકારી ગાઈડલાઈન નું ફરજીયાત પણે પાલન કરવાની જરૂર છે તેમ જણાઈ રહ્યું છે