દિલ્હીમાં 67મા નેશનલ ફિલ્મ અવોર્ડ્સ આપવામાં આવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ વિજેતાઓને એવોર્ડ આપ્યા હતા. કંગનાને ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ તથા ‘પંગા’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો છે. મનોજ વાજપેયીને ‘ભોંસલે’ તથા ધનુષને ‘અસુરન’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ સાથે આપવામાં આવ્યો છે.
સુપરસ્ટાર રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેણે પોતાના મિત્ર તથા બસ ડ્રાઇવર રાજબહાદુરનો આભાર માન્યો હતો. રાજબહાદુરને કારણે રજનીકાંત ફિલ્મમાં આવ્યા હતા. રજનીકાંતને જ્યારે એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે બધાએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. રજનીકાંત જ્યારે એવોર્ડ લેવા ગયા ત્યારે તેમની દીકરી ઐશ્વર્યા તથા જમાઈ ધનુષ તાળીઓ વગાડતા જોવા મળ્યા હતા.
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર- વિજય સેતુપતિ (સુપર ડીલક્સ-તમિલ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ- પલ્લવી જોશી (ધ તાશ્કંદ ફાઇલ્સ-હિન્દી)
બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ- નાગા વિશાલ, કરૂપ્પુ દુરાઇ (તમિલ)
બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ- કસ્તૂરી (હિન્દી), નિર્માતા- ઇનસાઇટ ફિલ્મ, ડિરેક્ટર- વિનોદ ઉતરેશ્વર કામ્બલે
બેસ્ટ ફિલ્મ ઓન એન્વાયરમેન્ટ કંજરવેશન વોટર બરિયલ (મોનપા), નિર્માતા- ફારૂખ ઇફ્તિખાર લસ્કર, ડિરેક્ટર- શાંતનુ સેન
બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઇશ્યૂ- આનંદી ગોપાલ (મરાઠી), નિર્માતા- એસ્સલ વિજન પ્રોડક્શન, ડિરેક્શન- સમીર વિધ્વંસ