બધાને પોતાના સપનાના ઘરની અપેક્ષા હોય છે . કેટલાક લોકોની અપેક્ષા પૂરી થાય છે તો કેટલાકની નથી પણ થતી. કેટલાક લોકો એવા પણ હોય છે જે ઘરના ઘરનુ સપનુ પૂરૂ કરવા માટે કંઈક નવો જ કિમીયો અપનાવી લે છે.
મહારાષ્ટના પૂનામાં રહેતા એક કપલે પોતાની જાતે જ સપનાનું ઘર ઉભુ કર્યુ છે. યુગા આખરે અને સાગર શિંદે એ વાઘેશ્વર ગામમાં ફાર્મ હાઉસ તૈયાર કરવાનો પ્લાન કર્યો હતો જેના કારણે તેમણે પોતાનું ફાર્મ હાઉસ ઘર અને વાંસ અને માટીમાંથી બનાવ્યુ છે.
તેમના માટે સૌથી મોટી સમસ્યા એ છે કે જે વિસ્તારમાં તેમણે મકાન ઉભુ કર્યુ છે. ત્યાં ભારે વરસાદ વરસે છે. ત્યાં માઠીનું ઘર કઈ રીતે બની શકે. સમસ્યાઓ વચ્ચે યુગા અને સાગરે કંઈ નવું કરવાનું નિર્ણય કર્યો. જેમાં તેમણે જૂનવાણી રીતે ઘર તૈયાર કરવાની યોજના બનાવી.
માટીનો મહેલ બનાવવા માટે બંન્નેએ લોકલ મટીરિયલ અને કેટલીક રીસાયકલ વસ્તુઓનો ઉપયોગ કર્યો. જેમાં વાંસ, લાલ માટી, અને ઘાસનો ઉપયોગ કરવામાં આવ્યો. જેમાં માટીનો ઉપયોગ બિલકુલ અલગ રીતે કર્યો. મટીમાં ભૂસી, અને ગોળ મેળવ્યો, સાથે સાથે લીમડાના પત્તા અને ગૌમુત્ર અને ગોબરનો પણ મિશ્રણ કર્યુ. બાદમાં ઈંટો સાથે ઘરને તૈયાર કરવામાં આવ્યુ. વાંસના ઉપયોગથી તેને ઢાલી દેવાયુ.
આવી ટેક્નિક 700 વર્ષ જુની છે, આ પ્રકારે ઘર તૈયાર કરવામાં આવે તો ગરમની સિઝનમાં ઠંડક રહે છે અને ઠંડીની સિઝનમાં ગરમાહઠ રહે છે.