રાજ્યમાં થયેલા સાર્વત્રિક વરસાદને પરિણામે 57 જળાશયો 100ટ કાથી વધુ ભરાયા છે. જ્યારે 72 જળાશયો સરદાર સરોવર સહીત 70 ટકાથી 100 ટકા વચ્ચે, 29 જળાશયો 50 ટકાથી 70 ટકા વચ્ચે, 22 જળાશયો 25 ટકાથી 50 ટકા વચ્ચે, અને 28 જળાશયો 24 ટકાથી ઓછા ભરાયા છે. રાજ્યના 56 જળાશયો 100 ટકાથી વધુ અને 39 જળાશયોમાં 90 ટકાથી 100 ટકાની વચ્ચે જળસંગ્રહ હોઈ હાઈ એલર્ટ ઉપર, 16 જળાશયોમાં 80 ટકાથી 90 ટકાની વચ્ચે જળસંગ્રહ હોઈ એલર્ટ ઉપર તથા 19 જળાશયોમાં 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ હોઈ સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને પુરના પગલે કેવડિયા ખાતે નર્મદા ડેમમાં પાણીની આવકમાં જબરજસ્ત વધારો જોવા મળ્યો હતો. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. નર્મદાના કાંઠાના વિસ્તારના ગામોને સાવધ કરી તંત્ર પુરની સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યું છે.રાજકોટ જિલ્લાના 27 ડેમોમાં આજની સ્થિતિએ 83 ટકા જેટલુ જળ સંગ્રહ થઈ ગયુ છે અને જિલ્લાના અનેક ડેમો ઓવ૨ફલો થઈ ગયા છે.