મહારાષ્ટ્રના સાંગલીમાં ભાજપ સાંસદ સંદીપ પાટીલનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. મોલના ઉદ્ધાટન પ્રસંગે લોકોને સંબોધતા તેમણે કહ્યું કે ઇડી તેમની પાછળ પડશે નહી કારણ કે તેઓ સત્તાધારી પાર્ટીના સાંસદ છે.
ભાજપના સાંસદે કહ્યું કે દેખાડો કરવા માટે આપણે 40 લાખ રૂપિયાની મોંઘી કાર ખરીદવા માટે લોન લેવી પડે છે. આપણે કેટલી લોન લીધી છે, જો તે ઈડી જોઈ લે તો તે હેરાન થઈ જાય. હું સાચી વાત કરી રહ્યો છું. કદાચ મારી વાત રેકોર્ડિંગમાં પણ આવી ગઈ તો મને કોઈ વાંધો નથી.
ગત મહિને કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા હર્ષવર્ધન પાટિલે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. હર્ષવર્ધન પાટિલે કહ્યું હતું કે હવે તે આરામથી સૂઈ શકે છે કારણ કે હવે કેન્દ્રીય તપાસ એજન્સી તેમની પૂછપરછ કરવા આવતી નથી.