spot_img

VIDEO: એક એવું શ્રાપિત ગામ, જ્યાં આજે પણ લોકો ભોગવી રહ્યા છે શ્રાપનો પ્રકોપ

દુનિયામાં આવા ઘણા વણઉકેલ્યા રહસ્યો છે, જેના પરથી આજદિન સુધી પડદો ઊંચકાયો નથી. આવું જ એક રહસ્ય ચીનના યાંગ્સી ગામનું છે. એક એવું ગામ જ્યાં જન્મ લેનાર મોટા ભાગના લોકોની ઊંચાઈ વધી નથી શકતી. કહેવાય છે કે સદીઓથી યાંગ્સી ગામને એવો શ્રાપ મળ્યો છે, જે માત્ર ચીન માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે રહસ્ય છે. આ કથિત શાપિત ગામ ચીનના સિચુઆન પ્રાંતમાં છે. યાંગસી નામના આ ગામમાં મોટાભાગની વસ્તી નાના કદની છે. આ ગામની કુલ વસ્તીના પચાસ ટકા લોકો વામન છે. તેમની કુલ લંબાઈ 2 ફૂટથી માંડીને માત્ર ત્રણ ફૂટ સુધીની છે. ચીનનાં આ ગામમાં જન્મેલા બાળકોની ઊંચાઈ સામાન્ય રીતે 5થી 7 વર્ષની ઉંમર સુધી વધે છે, પરંતુ તે પછી ઉંચાઇ વધવાનો સિલસિલો અટકી જાય છે. એટલે કે, તેમની લંબાઈ 2 ફૂટથી 3 ફૂટ 10 ઇંચ સુધીની હોય છે.

ઉલ્લેખની છે કે કેટલાક લોકોની ઊંચાઈ 10 વર્ષની ઉંમર સુધી વધી જાય છે. એક તરફ આજુબાજુના ગામના લોકોનું માનવું છે કે, આ ગામ પર કોઈ દુષ્ટ શક્તિનો પડછાયો છે. જેના કારણે અહીંના લોકોની ઊંચાઈ વધી નથી શકતી. બીજી તરફ એવું માનવામાં આવે છે કે આ ગામ પ્રાચીન સમયથી જ શ્રાપિત છે. જેની અસર આજે પણ ગામ પર જોવા મળે છે. લોકોના વામન થવા પાછળનું રહસ્ય શું છે એ  છેલ્લા 60 વર્ષમાં વૈજ્ઞાનિકો પણ શોધી શક્યા નથી. આ ગામના વડીલોનું કહેવું છે કે દાયકાઓ પહેલા ગામમાં એક ખતરનાક બીમારીએ ભરડો લીધો હતો. બીમારીના કારણે આજે પણ આ ગામના બાળકોની ઊંચાઈ થોડા સમય પછી અટકી જાય છે. ચીનના આ ગામમાં 60 વર્ષથી આવું થઈ રહ્યું છે. આ ગામમાં લોકો વામન હોવા અંગે ઘણી વખત સંશોધનો પણ થયા હતા, પરંતુ આજ સુધી વૈજ્ઞાનિકો આ સમસ્યાનો ઉકેલ શોધી શક્યા નથી. ગામના કુદરતી સંસાધનો પર પણ સંપૂર્ણ સંશોધન કરવામાં આવ્યું છે. પરંતુ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. બીજીબાજુ, કેટલાક વૈજ્ઞાનિકો જણાવે છે, ગામની જમીનમાં પારાની માત્રા અધિક માત્રામાં છે. આ પણ એક કારણ હોઈ શકે છે. આ ઉપરાંત, વામન થવાનું કારણ તે ઝેરી ગેસ પણ હોઈ શકે છે જે જાપાને ઘણા વર્ષો પહેલા ચીનમાં છોડ્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles