બ્રિટનની એક યુવતી પોતાના વપરાયેલા અંડરવિયર વેચીને લાખો રૂપિયાની કમાણી કરે છે. ડેઇલી સ્ટારના રિપોર્ટ અનુસાર બ્રિટનની એક પૂર્વ એરહોસ્ટેસ પોતાના વપરાયેલા અંડરવિયર વેચીને લાખો રૂપિયાની કમાણી કરે છે. જેને કારણે તેણે એર હોસ્ટેસની નોકરી પણ છોડી દીધી છે. 26 વર્ષીય જેસ્મિન પિંકે કહ્યું કે 12 કલાકની શિફ્ટ સાથે તે સહજ ન હતી. આ પછી તેણે ઉપયોગ કરેલા અંડરવિયર માટે બજારની શોધ કરી હતી. જેમાં તેને સફળતા મળી અને બે વર્ષ પછી એટલી આવક થવા લાગી હવે તેને નોકરીની જરૂરિયાત રહી નથી.
જેસ્મિને જણાવ્યું કે વેબસાઇટ સોફિયા ગ્રે પર ખરીદદારો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પૂર્વ એર હોસ્ટેસે ડેલી સ્ટારને જણાવ્યું કે મેં એક સબ્સક્રિપ્શન બેસ્ડ વેબસાઇટ માટે કામ કરવાનું શરૂ કર્યું, જેમાં મને ઓછા સમયમાં ઘણા પૈસા મળવા લાગ્યા હતા.
હું સોફિયા ગ્રે વેબસાઇટ સુધી પહોંચી હતી. જેસ્મિને પ્રથમ વખત એક મહિનામાં 2200 પાઉન્ડ એટલે કે 2,27,193 રૂપિયા કમાણી કરી હતી. જ્યારે તે એક ફ્લાઇટ અટેંડેંટના રૂપમાં કામ કરી રહી હતી. જોકે અંડરવિયર વેચવાથી તેણે એક ઝટકામાં 1500 પાઉન્ડ એટલે કે 1,54,904 રૂપિયા કમાઇ લીધા હતા.
પૂર્વ એર હોસ્ટેસે જણાવ્યું કે તેના યુઝ અંડરવિયરની ડિમાન્ડ વધતી ગઈ અને વધુ કમાણી કરવા લાગી. હવે તે એક મહિનામાં અંડરવિયર વેચીને 3000 પાઉન્ડ કમાઇ શકે છે.