રાધનપુર રેફરલ ખાતે આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા દ્વારા ક્ષયના દર્દીને કઠોળ ની કીટ આપીને જન્મદિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી. કેટલાક સમયથી આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા પોતાના જન્મદિવસની ઉજવણી ક્ષયના દર્દીઓ ને કઠોળ કીટ આપીને ઉજવણી કરે છે જન્મ દીવસ ની ઉજવણી નિમિત્તે રાધનપુર રેફરલ ના અધિક્ષક ડોક્ટર અરવિંદ ભાઈ ચૌધરી, રાધનપુર તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.કેતનભાઈ ઠક્કર,ડૉ.હિતેશ ભાઈ ચૌધરી, ડૉ.અનુરાધાબેન, તાલુકા સુપરવાઇઝર ધીરુભાઈ દરજી, એસ.ટી.એસ પિયુષભાઈ પટેલ, નરેશ ભાઈ ડાભી, નિકુંજભાઈ જાદવ તેમજ ટી.બી.ના દર્દી હાજર રહી જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરી .