અમરેલી જિલ્લાના ખાંભા નજીક રાત્રિના સમયે એકસાથે 17 સિંહો રોડ પર લટાર મારતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. ખાભા નજીક પીપળવાથી ચતુરી રોડ પર એકસાથે 17 સિંહોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, 5 સિંહણની સાથે 12 સિંહબાળ રાત્રિના સમયે રસ્તા પર લટાર મારી રહ્યાં છે.
આ દરમિયાન કોઈ વાહન ચાલકે 17 સિંહોના પરિવારનો વીડિયો પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરીને વાઈરલ કરી દીધો છે. અહીં એકસાથે 17 સિંહોનો પરિવાર શિકારની શોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હોવાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે, ખાંભા નજીક અવાર-નવાર સિંહ પરિવાર રોડ પર લટાર મારતા જોઈ શકાય છે. સિંહોનું ઝૂંડ શિકારની શોધમાં રસ્તા પર ઉતરી આવ્યું હોય કે પછી અન્ય કોઈ કારણોસર, પરંતુ એકસાથે આટલી મોટી સંખ્યામાં સિંહોને જોવા અદ્દભૂત નજારો છે.