ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંઘ ધોની તેના ક્રિકેટ કેરિયરમાં પણ કુલ અંજાદ માટે જાણીતો હતો અને સંન્યાસબાદ પણ પોતાના કુલ અંદાજને લઇને ચર્ચામાં રહે છે. ધોનીએ રાંચી સ્થિતિ પોતાના ઘરની નજીક જ એક મોટો ફાર્મહાઉસ બનાવ્યું છે. આ ફાર્મહાઉસમાં ધોનીએ શ્વાન, અશ્વ, બીલાડી જેવા અનેક પાલતુ પશુઓ પાડ્યા છે. ધોની આ તમામ પાલતુ પ્રાણીઓ સાથે પોતાનો સમય વીતાવે છે અને અનેક વીડિયો અને ફોટોસ પોતાના ફેન્સ માટે સોશિયલ મીડિયામાં શેર કરે છે.
ત્યારે હાલમાં જ ધોનીએ પોતાને એક નવો સ્પેશીયલ ફ્રેન્ડ બનાવ્યો છે, જે કોઇ વ્યક્તિ નહીં પરંતુ પૉની હોર્સ છે જે તેના ફાર્મહાઉસ પર રહે છે. ધોનીના આ ખાસ ફ્રેન્ડને તમામ છૂટ છે તે ધોનીના ડ્રેસિંગ રૂમમાં પણ આવી શકે છે અને ધોની સાથે ભોજન પણ કરી શકે છે. ત્યારે હાલમાં જ ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમે એક તસવીર સોશિયલ મીડિયામાં શરે કરી છે, જેમાં ધોની તેના સ્પેશીયલ ફ્રેન્સને કંઇક ખવડાવી રહ્યો હોય એવું નજરે પડી રહ્યું છે.
આ સિવાય ધોનીની પત્ની સાક્ષીએ પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ધોની કુલ અંદાજમાં પોતાના સોફા પર પડ્યો છે અને કંઇક ખાઇ રહ્યો છે, ત્યારે તે સમયે તેમને પોની ફ્રેન્ડ આવે છે અને ધોની તેને કંઇક ખવડાવી રહ્યો છે. આ વીડિયો થોડીક જ સેકન્ડનો છે. ધોનીના ચાહકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.