દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો હાહાકાર છે, અનેક રાજ્યમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. તો અને લોકો પણ આ વેરિએન્ટથી સંક્રમિત થઇ રહ્યા છે. ત્યારે હાલમાં ઓમિક્રોનના નવા ત્રણ સબ વેરિએન્ટ જોવા મળ્યા છે. જેને લઇને વિશ્વભરમાં ચર્ચાની સાથે ચિંતામાં વધારો થયો છે.
કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યો હતો ત્યાં જ બ્રિટનમાં ઓમિક્રોનના 3 સબ સ્ટ્રેન BA.1 બાદ BA.2 અને BA.3નો ખતરો તોડાઇ રહ્યો છે. બ્રિટનમાં BA.1 સ્ટ્રેન બાદ BA.2 સ્ટ્રેન ઝડપથી ફેલાઈ રહ્યો છે. બ્રિટિશ મીડિયા અહેવાલો મુજબ યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સીએ બ્રિટનમાં આ વેરિયન્ટના 53 કેસો નોંધ્યા છે. થોડા દિવસ પહેલાં ઈઝરાયલમાં ઓમિક્રોનમાં સ્ટ્રેન મળ્યો છે. ઈઝરાયેલમાં આ પ્રકારના 20 કેસો મળી આવ્યાં છે, પરંતુ હાલ સાબિત થયુ નથી કે, BA.2 સ્ટ્રેન ઓમિક્રોન કરતાં વધુ જોખમી છે કે નહીં. જો કે, બ્રિટનમાં આ સ્ટ્રેન વધુ જોખમી અને ઘાતક હોવાના અહેવાલો મળ્યા છે .ઓમિક્રોન હેલ્થ એજન્સીએ જણાવ્યું હતુ કે, સૌથી ઝડપથી ફેલાતો ઓમિક્રોન વેરિયન્ટના લક્ષણ ઓછા ગંભીર છે. UK-HSAA જણાવ્યા પ્રમાણે, ઓમિક્રોનની ગંભીરતા વૃદ્ધોમાં ઓછી છે. BA.2 સ્ટ્રેનના 53 કેસો નોંધાયા છે. જે વધુ ઝડપથી સંક્રમણ ફેલાવે છે. જેમાં કોઈ ખાસ મ્યુટેશન નથી. જેના લીધે ડેલ્ટા વેરિયન્ટ કરતાં તે અલગ છે. અન્ય દેશોમાં પણ ઓમિક્રોનનો BA.2 સ્ટ્રેન ફેલાયો છે. ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, ભારત અને સિંગાપોરમાં આ વેરિયન્ટ જોવા મળ્યો છે.
WHO અનુસાર BA.1 અને BA.3ના સ્પાઈક પ્રોટીનમાં 69થી 70 ડિલેશન છે. જ્યારે BA.2માં નથી. ફ્રાન્સ અને ભારતના વૈજ્ઞાનિકોએ પણ BA.2 સબ વેરિયન્ટ ઝડપથી ફેલાવાની ચેતવણી આપી છે. ડેનમાર્કમાં ડિસેમ્બર અંતથી જાન્યુઆરીના મધ્ય સુધી આ મામલાના કેસો 20 ટકાથી વધી 45 ટકા થયાં છે.