અમેરિકાની એક નર્સે સોશિયલ મીડિયા પર જોરદાર ખુલાસો કર્યો છે. આ નર્સનું નામ જુલી છે અને તેનું કહેવું છે કે મૃત્યુ પહેલાં મોટાભાગના લોકો એક જ પ્રકરાના શબ્દો બોલતા હોય છે. હોસ્પિસ નર્સે જણાવ્યું કે તે કૈલીફોર્નિયાના લોસ એન્જેલ્સમાં પાંચ વર્ષે સુધી નર્સનું કામ કરી ચુકી છે અને આ પહેલાં તે નવ વર્ષ સુધી ICUમાં નર્સ તરીકે હતી, આમ જુલીએ કુલ 14 વર્ષ સુધી નર્સ તરીકેની કામગીરી કરી છે.
જુલી પોતાની જોબ દરમિયાન ખૂબ બિમાર લોકોની સેવામાં રહીને સૌથી વધારે કામ કર્યું છે. અને જુલીએ તેની નોકરી દરમિયાન એનક લોકોને મરતા પણ જોયા છે. ત્યારે હાલમા જ જુલીએ પોતાના ટિકટોક વીડિયોમાં મરતાં પહેલાં લોકો સૌથી વધારે ક્યા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે તેનો ખુલાસો કર્યો છે. તેણે પોતાના ખુલાસામાં જણાવ્યું કે મૃત્યુ પહેલાં મોટાભાગના દર્દીઓનો શ્વાસ લેવાની પધ્ધતિમાં બદલાવ જોવા મળે છે. આ સિવાય ચામડીના રંગમાં બદલાવ થાય છે અને તાવ આવવો સાથે જ પોતાના પરિવારના લોકોના સતત નામ લેવા જેવા લક્ષણો ખાસ દેખા છે. જુલીએ પોતાના વીડિયોમાં ખુલાસો કર્યો છે કે મોટાભાગના દર્દીઓ જનરલી મરતાં પહેલાં ‘આઇ લવ યુ’ બોલે છે. કે પછી પોતાના માતા પિતાને પણ યાદ કરતા હોય છે. આ સિવાય બીજા એક વીડિયોમા જુલીએ જણાવ્યું હતું કે દર્દીને મરતાં પહેલાં પળછાયો દેખાતો હોય છે, જેમાં તેને પોતાના મૃતક પરિવારો દેખાતા હોય છે. સાથે જુલીએ જણાવ્યું કે આ સિવાય મૃત્યુને લગતી બીજી ઘણી રોચક માહિતીઓ છે. જેને તેઓ આગામી દિવસોમા બીજા વીડિયો દ્વારા લોકો સુધી પહોંચાડશે એવો દાવો કર્યો છે..