spot_img

ઓનલાઇન ક્લાસ કરતો હતો વિદ્યાર્થી, મોબાઇલમાં બ્લાસ્ટ થતા થયો લોહી લુહાણ

મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં એક સ્કૂલની ઓનલાઇન ક્લાસમાં ભાગ લેવા દરમિયાન મોબાઇલ ફોનમાં વિસ્ફોટ થતા એક 15 વર્ષીય યુવક ઘાયલ થયો હતો. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી છે. વિદ્યાર્થીનો લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Mobile phone explodes during online classes in MP’s Satna

પોલીસે જણાવ્યુ કે ઘટના ગુરૂવાર બપોરે જિલ્લા કાર્યાલયથી 35 કિલોમીટર દૂર ચંદકુઇયા ગામની છે. આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી સ્કૂલની ઓનલાઇન ક્લાસ કરતો હતો, ત્યારે અચાનક મોબાઇલ ફોન ફાટી ગયો હતો. નાગોડ પોલીસ સ્ટેશનના અધિકારી આરપી મિશ્રાએ જણાવ્યુ કે રામ પ્રકાશના જડબામાં ઇજા થઇ છે. ઘટના સમયે તે પોતાના ઘરે એકલો હતો કારણ કે તેના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્ય કામ માટે બહાર ગયા હતા.

વિદ્યાર્થીને જબલપુર રેફર કરવામાં આવ્યા

પોલીસ અધિકારીએ જણાવ્યુ કે મોબાઇલમાં થયેલા ધમાકાનો અવાજ એટલો જોરદાર હતો કે રામ પ્રકાશના પાડોશી તેના ઘરે આ જોવા માટે દોડી ગયા હતા કે ત્યા શું થયુ છે. તે બાદ રામ પ્રકાશને સતના જિલ્લા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. તે બાદ તેને સારી સારવાર માટે જબલપુર રેફર કરવામાં આવ્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles