અસમની (Assam) પ્રખ્યાત મનોહારી ગોલ્ડ ચા (Manohari Gold Tea)ફરીવાર ચર્ચામાં છે. આ વખતે ચર્ચામાં આવવાનું કારણ ગયા મંગળવારે ચા પત્તીએ વેચાણના પોતાના જુના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા.
ભારતમાં લગભગ તમામ લોકો ચ્હા પીતા જ હોય છે. જેના કારણે ચ્હાનું વેચાણ ભારતમાં સૌથી વધારે થાય છે. અલગ અલગ પ્રકારની ચ્હા લોકો ખરીદીને ઘરમાં અને ચ્હાની કિટલમાં ઉપયોગ કરતાં હોય છે. પરંતુ આજે તમને એવી ચ્હાની જાણકારી આપી રહ્યા છીએ જેનો એક કિલોનો ભાવ એક લાખ રૂપિયાનો છે.
ગયા મંગળવારે મનોહારી ગોલ્ડ ચાનું વેચાણ થયુ. જેની કિંમત 99,999 પ્રતિ કિલોએ વેચાઈ છે. સૌરવ ટી ટ્રેડર્સે સૌથી ઉંચી બોલી લગાવીને ચા પત્તી ખરીદી લીધી. લોકોનું માનવુ છે કે ઓપન માર્કેટમાં ચા પત્તી ઓક્શનમાં ક્યારે પણ કોઈપણ ચ્હાની આટલી કિંમત નથી બોલાઈ. ગુવહાટી ટી ઓક્શન બાયર્સ એસોશિએશનના સેક્રેટરીએ માન્યુ છે કે મનોહારી ગોલ્ડ ચ્હાએ પોતાના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.
ગુવહાટી ટી ઓક્શન સેંટરમાં ઓગસ્ટ 2019ની સાલમાં રસલ ટી ઈન્ડસ્ટ્રીએ ડાયકોમ ટી એસ્ટેટની હેંડમેડ ચા પત્તી ગોલ્ડન બટરફ્લાઈટ ટી (Golden Butterfly Tea) 75,000 રૂપિયે પ્રતિ કિલોએ વેચાઈ હતી.