પંજાબના જલંધર જિલ્લામાં આવેલું ઉપ્પલ ભુપા ગામ આજકાલ ખૂબ ચર્ચામાં છે. આ ગામમાં આવેલા ઘરના ધાબા પર બનાવવામા આવેલી પાણીની ટાંકીઓને લઇને ગામ દેશ અને દુનિયામાં છવાયેલું છે. આ ગામના લોકોએ પોતાના ઘરના ધાબા પર બનાવવામાં આવેલી પાણીની ટાંકીની ડિઝાઇન એર ઇન્ડિયાના પ્લેન, તો ક્યાંક સિંહ તો ક્યાંક કમળ જેવી બનાવવી છે. ગામના લોકોએ પોતાના શોખને પુરો કરવા માટે આ પ્રકારે પાણીની ટાંકીઓને અલગ અલગ શેપ આપ્યો છે અને આજ પાણીની ટાંકીના કારણે ગામ દેશ અને દુનિયામાં જાણિતું બની ગયું છે.