અરવલ્લી જિલ્લામાં ક્રાઇમ વિશે સતત વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે મોડાસા શહેરમાં લઘુમતી વિસ્તારમાં સગીરાને જાનથી મારી નાખવાની ધમકી ને લઈને મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મોડાસા ટાઉન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદી બહેને સગીરા હોવાનું આરોપી જાણતો હોવા છતાં છેલ્લા છ માસથી પોતાની સાથે સંબંધ કરવા પીછો કરતો હતો એટલું જ નહીં આરોપી સગીરાને રસ્તામાં ઉભી રાખી તું મારી સાથે સંબંધ રાખે અને બીજા સાથે કેમ સંબંધ કરેલ છે તેમ કહીને એસિડ ફેંકવાની ધમકી આપતો હતો. ફરિયાદી સાહેદ ને ગાળો બોલી તેમજ ફોન પર ધમકી આપતો હતો કે, જો પોતાની સાથે સંબંધ ન કરે તો તેઓ જાનથી મારી નાખશે. સમગ્ર ઘટનાને લઇને સગીરાની માતાએ મોડાસા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મોડાસા પંથકમાં ચોરી, અપહરણ તેમજ છેતરપિંડીની અનેક ઘટનાઓ ઘટી રહી છે આ વચ્ચે સગીરાઓને ધાકધમકી અને પ્રેમ સંબંધ બનાવવા માટે મજબૂર કરતી ઘટનાઓ પણસામે આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. સગીરાની પરિવારજનોની ફરિયાદને આધારે મોડાસા ટાઉન પૉલિસ મથકે એક યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોડાસા ટાઉન પોલીસે સગીરાની ફરિયાદના આધારે જીદાન હનીફભાઇ પટેલ સામે કલમ-૩૫૪(ડી),૫૦૪,૫૦૬,૫૦૭(૨) તથા પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે