spot_img

આમ આદમી પાર્ટીમાંથી મહેશ સવાણીએ રાજીનામું આપ્યુ

એક જ દિવસમાં આમ આદમી પાર્ટીને બે ઝટકા લાગ્યા છે. પહેલા લોક ગાયક વિજય સુવાળા ભાજપમાં જોડાયા છે. બીજી તરફ ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યુ છે.

મહેશ સવાણીએ કહ્યુ કે, આપમાંથી નિવૃત થવાની હું જાહેરાત કરૂ છુ, હું હવે આમ આદમી પાર્ટીમાં નથી. હું રાજકારણનો નહી પણ સેવાનો માણસ છું, મને કોઇ હોદ્દાનો મોહ નથી. હવે હું જે પાર્ટી સેવાની તક આપશે તેમાં જોડાઇશ.

મહેશ સવાણી કોણ છે?

મહેશ સવાણી ભાવનગરના રાપરડા ગામના વતની છે. મહેશ સવાણીના પિતા વલ્લભભાઇ વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી સુરત આવીને હીરાના વ્યવસાય સાથે જોડાયેલા હતા. સુરતમાં હીરાના વ્યવસાયમાંથી રિયલ એસ્ટેટ તરફ વળી વલ્લભભાઇએ અઢળક સફળતા અને કમાણી કરી હતી. આજે ડાયમંડ, એજ્યુકેશન, હૉસ્પિટલ, રિયલ એસ્ટેટ સહિતના બિઝનેસ ક્ષેત્રે કાર્યરત પી.પી. સવાણી ગ્રુપનું સંચાલન મહેશ સવાણી કરી રહ્યા છે.

આમ આદમી પાર્ટીના વિજય સુવાળા તેમજ આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરના યુવા ઉપાધ્યક્ષ નીલમબેન વ્યાસ ભાજપમાં જોડાયા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles