જાણીતા ગુજરાતી સિંગર અને આમ આદમી પાર્ટીના નેતા વિજય સુવાળા આવતીકાલે ભાજપમાં જોડાશે. વિજય સુવાળા આવતી કાલે 12 વાગ્યે કમલમ ખાતે ભાજપનો કેસરસિયો ખેસ પહેરશે. નોંધનીય છે કે ગઈ કાલે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી વિજય સુવાળાને મનાવવા તેના ઘરે ગયા હતા. જોકે ઈસુદાન ગઢવીના મનામણા છતાં વિજય સુવાળા પોતાના નિર્ણયથી ટસના મસ થયા નહોતા.
રાજીનામું આપ્યા બાદ વિજય સુવાળાએ સ્પષ્ટ રીતે ભાજપમાં જોડાવાની વાતનો સ્વીકાર્ય કર્યો નહોતો. તેમણે કહ્યું હતું, ”હું મારા અંગત કારણોસર આમ આદમી પાર્ટીમાં રાજીનામુ આપી રહ્યો છું. હું પાર્ટીને યોગ્ય સમય આપી શકતો નથી. આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનારા લોકગાયક વિજય સુવાળા જૂન મહિનામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ઉત્તર ગુજરાતમાં અનેક કાર્યક્રમો યોજી રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પાર્ટીએ સુવાળાને પ્રદેશ ઉપપ્રમુખ બનાવી સંગઠનમા સ્થાન પણ આપ્યું હતું.
વિજય સુવાળા ઉત્તર ગુજરાતના વતની છે. વિજય સુવાળા મહેસાણા જિલ્લાના સુવાળાના વતની છે. વિજય સુવાળાના પિતા રણછોડભાઈએ 16 વર્ષની ઉંમરે અમદાવાદ આવીને ચા વેચવાનો ધંધો કર્યો હતો. વિજય સુવાળાના પિતાજી ટ્રકના ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. વિજય સુવાળાએ નાનપણમાં પિતાનો સંઘર્ષ ખૂબ નજીકથી જોયો હતો.