spot_img

આમ આદમી પાર્ટીના નેતાઓને 10 દિવસ પછી મળ્યા જામીન, પેપર લીકનો વિરોધ કરતા હતા

આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી સહિતના 55 નેતાઓને જામીન આપવામાં આવ્યા છે. 10 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કરતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

20 ડિસેમ્બરે ભાજપના હેડ ક્વાર્ટર કમલમ ખાતે ગૌણ સેવા પસંદગી મંડળમાં હેડ ક્લાર્ક પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કરતા ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી સહિતના 55 નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તે બાદ આપના નેતાઓ સહિત ટોળા સામે છેડતી સહિતની 18 કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ટોળામાંથી 93 લોકોની ધરપકડ કરી હતી જેમાંથી 28 મહિલા અને 65 પુરૂષને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી મહિલાઓને શરતી જામીન આપવામાં આવ્યા હતા બાકીના 65 કાર્યકરમાંથી 10ને જામીન આપ્યા હતા જ્યારે બાકી કાર્યકરોની જામીન અરજી આજે સેશન્સ કોર્ટે મંજૂર કરી છે.

ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષ શ્રદ્ધા રાજપૂતે આપના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર કમલમ ખાતે ગેરકાયદે મંડળી રચી આશરે 500 માણસનું ટોળુ એક સંપ થઇને કમલનો ગેટ તોડીને અંદર પ્રવેશ કરી, પગથિયા પર બેસી અંદર આવવા-જવાનો રસ્તો રોકી, મહિલા કાર્યકરો સાથે શારીરિક અડપલા કરી મારામારી કરી હતી. ભાજપના કાર્યકરો તથા પોલસી પર તેમના હાથમાં રહેલા બેનરો લગાડેલી લાકડીનો હથિયાર તરીકે ઉપયોગ કરી ઇજા પહોચાડી હતી. ઇસુદાન ગઢવી નશાની હાલતમાં જણાતા તેમના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles