Google Mapsનો ઉપયોગ આપણામાંથી મોટાભાગના લોકો કોઇ જગ્યાને જોવા અથવા રસ્તાને નેવિગેટ કરવા માટે કરીએ છીએ પરંતુ Google Mapsનો ઉપયોગ પોલીસે લગભગ 20 વર્ષથી ફરાર ટોપ માફિયાને પકડવા માટે કર્યો છે.
આ ઘટના સ્પેનની છે જ્યા ઇટાલિયન પોલીસે 20 વર્ષથી ફરાર માફિયાને પકડવામાં મદદ મળી છે. જેની માટે પોલીસે Google Mapsનો આભાર માન્યો છે. જેને લઇને ન્યૂઝ એજન્સી રોયટર્સે રિપોર્ટ કર્યો છે. રિપોર્ટ અનુસાર બે વર્ષના ઇન્વેસ્ટિગેશન બાદ 61 વર્ષના માફિયા Gioacchino Gamminoના સ્પેનના Galapagar શહેરથી ધરપકડ કરવામાં આવી છે, તે ત્યા ફેક નામથી રહેતો હતો.
જેમાં પોલીસને Google Mapsના સ્ટ્રીટ વ્યૂ ફીચરની મદદ મળી હતી. Google Mapsના સ્ટ્રીટ વ્યૂમાં એક પિક્ચર પોલીસને જોવા મળ્યુ હતુ, જેમાં ફ્રૂટ શોપ સામે ઉભેલો વ્યક્તિ તેમણે માફિયા Gioacchino Gammino લાગ્યો હતો.
આ આધાર પર ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવ્યુ અને 2002થી જેલમાંથી ફરાર ગુનેગારને પોલીસે પકડી લીધો હતો, તેને મર્ડર માટે આજીવન જેલની સજા સંભળાવવામાં આવી હતી. તે એક માફિયા ગ્રુપનો પણ ભાગ છે.
તમને જણાવી દઇએ કે Google Mapsનો સ્ટ્રીટ વ્યૂ એક એવુ ફીચર છે જેનાથી તમે તે જગ્યાની આસપાસને 3Dમાં જોઇ શકો છો. જેની માટે ગૂગલ પહેલા તે જગ્યાની વીડિયોગ્રાફી કરે છે. આ વીડિયોગ્રાફી દરમિયાન તે માફિયા વીડિયોમાં કેદ થઇ ગયો હતો, જે બાદમાં સ્ટ્રીટ વ્યૂમાં પોલીસે જોયો હતો.