spot_img

iPhone- iPad નો લોક થઈ ગયો છે ચિંતા છોડો કંપનીએ રીસેટ કરવા નવુ ફિચર ઉમેર્યુ

iPhone- iPad લોક થઈ ગયો હોય તો હવે ચિંતા ન કરશો. કારણ કે કંપનીએ હવે પાસવર્ડ રીસેટ કરવા માટે નવુ ફિચર આપ્યુ છે. પહેલં પાસવર્ડ રીસેટ કરવા માટે કસ્ટમર કેર અથવા તો કમ્યુટર સાથે ફોનને જોડવા પડતો હતો.

લોક્ડ iPhone અને iPad રીસેટ કરવું હવે આસાન બની રહેશે. એપલ કંપનીએ એક નવું સિક્યુરીટી લોકઆઉટ ફીચર જાહેર કર્યુ છે.

નવા ફિચર અંતર્ગત iPhone અને iPadને કોઈ પણ પ્રકારના કંમ્યુટર સાથે જોડવાની ઝંઝટમાંથી છુટકારો મળી જશે. હવે ફોનને રીસેટ કરીને જ ડેટાને અરેંજ કરી શકાશે. આ ફીચર ios15.2 અને iPad OS 15.2 સાથે જાહેર કરાયુ છે.

નવા અપડેટ સાથે જો તમારો iPhone અને iPadનો પાસવર્ડ તમે ભૂલી ગયા હોવ. તો તમને આ ઓપ્શન મળી રહેશે. ફક્ત જરૂરી બાબત એક જ હશે કે તમારો ફોન વાઈફાઈન નેટવર્ક સાથે કનેક્ટેડ હોવો જોઈએ. લોક્ડ થયેલા આઈફોન અથવા આઈપેડને રીસેટ કરવા માટે એલ આઈડીની જરૂરિયાત રહેશે જે ફક્ત આપની પાસે હશે. મતબલ એ થયો કે તમે પોતે જ આ ફિચરનો ઉપયોગ કરી શકશો.

સિક્યુરીટી લોક્ટઆઉટ આપતે ત્યારે જ જોવા મળશે. જ્યારે સતત ખોટો પાસવર્ડ એન્ટર કરશો. સતત ખોટો પાસવર્ડ એન્ટર કર્યા બાદ ફોમમાં ઈરેઝ આઈફોન અથવા તો ઈરેઝ આઈપેડનું ઓપ્શન મળશે.ઈરેઝ આઈફોન અથવા તો ઈરેઝ આઈપેડનું ઓપ્શનને સિલેક્ટ કર્યા બાદ યુઝરે પોતાનું એપલ આઈડી અને પાસવર્ડ નાંખવો પડશે. બાદ આપ ડિવાઈસમાંથી આપો આપ સાઈન આઉટ થઈ જશો. સાઈન આઉટ થા બાદ રિસેટ માટેની પ્રક્રિયા કરી શકશો. સિક્યુરીટી લોક્ડઆઉટ ફિચરનો ઉપયોગ કર્યા બાદ આપના આઈફોન અથવા તો આઈપેડમાંથી તમામ ડેટા કાયમ માટે ડિલીટ થઈ જશે. ડિવાઈસ ફેક્ટરી રીસેટમાં જતો રહશે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles