બોલિવૂડ એક્ટર સિદ્ધાંત કપૂર રવિવારે રાત્રે ડ્રગ્સ કેસમાં ઝડપાયો હતો. મેડિકલ ટેસ્ટમાં તેના ડ્રગ્સ લેવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે સિદ્ધાંત સહિત 6 લોકોની ધરપકડ કરી હતી. હવે આ કેસમાં 5 લોકોને જામીન મળી ગયા છે.
સિદ્ધાંત કપૂર માટે થોડી રાહત
ડીસીપી ઈસ્ટ બેંગ્લોર ભીમા શંકરે જણાવ્યું કે, સિદ્ધાંત કપૂર સહિત 4 લોકોને જેમને જામીન મળી ગયા છે, જ્યારે તેમને બોલાવવામાં આવશે ત્યારે પોલીસ સમક્ષ હાજર થવું પડશે. જે 5 લોકોને જામીન મળ્યા છે તેમાં સિદ્ધાંત કપૂર, અખિલ સોની, હરજોત સિંહ, હની, અખિલનો સમાવેશ થાય છે. બેંગ્લોરના એમજી રોડ પર આવેલી હોટલમાં પાર્ટી ચાલી રહી હતી. ત્યાં સિદ્ધાંત પણ હતો. તે પાર્ટીમાં ડીજે હતો. હોટલના રૂમમાં ડ્રગ્સ પાર્ટી ચાલતી હોવાની કોઈએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને પાર્ટી પર દરોડો પાડ્યો હતો.
ડસ્ટબીન પાસે દવા મળી
પોલીસે હોટલના કર્મચારીઓને પણ પ્રશ્નો પૂછ્યા છે. જોકે, ત્યાં હાજર લોકો પાસેથી પોલીસને ડ્રગ્સ મળ્યું ન હતું. પરંતુ તેમને ડસ્ટબીન પાસે ગાંજા અને MDMA પડેલા જોવા મળ્યા. સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવશે જેથી જાણી શકાય કે ડ્રગ્સનો નિકાલ કોણે કર્યો હતો.
પોલીસને ડસ્ટબીન પાસે ડ્રગ્સના બે પેકેટ મળ્યા હતા. એક પેકેટમાં ગુલાબી કલરની 4 અને બીજા પેકેટમાં વાદળી કલરની 3 ગોળીઓ હતી. 14 મહિલાઓ અને 21 પુરુષો ત્યાં હાજર હતા. તમામ 35 લોકોએ કહ્યું કે તેઓએ ડ્રગ્સ લીધું નથી. જેમાંથી 5 લોકોના સેમ્પલ પોઝીટીવ આવ્યા છે. જેમાં શ્રદ્ધા કપૂરનો ભાઈ સિદ્ધાંત પણ સામેલ હતો.
સિદ્ધાંત કપૂર બોલિવૂડના દિગ્ગજ અભિનેતા શક્તિ કપૂરનો પુત્ર છે. એક્ટર હોવા ઉપરાંત સિદ્ધાંત ડીજે પણ છે. સિદ્ધાંતનું ફિલ્મી કરિયર ફ્લોપ રહ્યું છે. તે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે.