દેશના બીજા સૌથી અમીર બિઝનેસ ગૌતમ અદાણી હવે ઓટો સેક્ટરમાં ઉતરવાની તૈયારીમાં છે. અદાણી ગ્રુપની યોજના ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં પગ પસારવાની છે. જેની માટે જૂથ સાથે જોડાયેલા એક ટ્રસ્ટે ટ્રેડમાર્ક રજિસ્ટર કરાવી લીધુ છે.
રજિસ્ટર થઇ ચુક્યુ છે ટ્રેડમાર્ક
અદાણી ગ્રુપ સાથે જોડાયેલા એસબી અદાણી ફેમિલી ટ્રસ્ટે Adani નામથી ટ્રેડમાર્ક રજિસ્ટર કરાવ્યો છે. આ ટ્રેડમાર્ક વિશે કહેવામાં આવ્યુ છે કે તેમનો ઉપયોગ વ્હીકલ માટે કરવામાં આવશે. આ જાણકારી સામે આવતા જ અટકળો લગાવવામાં આવી રહી છે કે અદાણી ગ્રુપ વ્હીકલ સેક્ટરમાં એન્ટ્રીની તૈયારીમાં છે. અદાણી ગ્રુપે તાજેતરમાં ગ્રીન એનર્જી ક્ષેત્રમાં મોટા સ્તર પર કામ કરવાની જાહેરાત કરી હતી.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક સમાચાર માનીએ તો અદાણી ગ્રુપ પહેલા ઇલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલ પર ધ્યાન આપવાની યોજના સાથે આગળ વધી રહ્યા છીએ. આ યોજનાના હિસાબથી કંપની પહેલા પોતાના ઉપયોગ માટે ઇલેક્ટ્રિક બસ, ઇલેક્ટ્રિક ટ્રક અને ઇલેક્ટ્રિક કોચ બનાવશે. આ ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો ઉપયોગ અદાણી ગ્રુપ પોર્ટ અને એરપોર્ટ પર કરવામાં આવશે.
અદાણી ગ્રુપની યોજના બેટરી બનાવવા અને દેશભરમાં ચાર્જિંગ સ્ટેશન લગાવવાની પણ છે. આ કંપની ગ્રીન એનર્જી સેક્ટરની વ્યાપક યોજનાનો ભાગ છે. તમને જણાવી દઇએ કે ગૌતમ અદાણીએ ગત વર્ષે નવેમ્બરમાં કહ્યુ હતુ કે તેમની કંપની આગામી 10 વર્ષમાં ગ્રીન એનર્જીમાં 70 બિલિયન ડૉલરનું રોકાણ કરનારી છે. ગ્રુપ પહેલા જ અદાણી ગ્રીન કંપની દ્વારા આ સેક્ટરમાં છે. આ અઠવાડિયે અદાણી ગ્રીનનો એમકૈપ 3 લાખ કરોડ રૂપિયા પાર નીકળ્યુ છે. અદાણી ગ્રુપે ગ્રીન એનર્જી પર ફોકસ વધારવા માટે ANIL નામની એક કંપની પણ બનાવી છે.