ગુજરાતના મુંદ્રા પોર્ટ પર 21,000 કરોડ રૂપિયાની હેરોઇન જપ્ત થયા બાદ અદાણી પોર્ટે પોતાના તમામ ટર્મિનલો પર 15 નવેમ્બરથી ઇરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કંટેનરોની અવર જવર પર રોક લગાવી દીધી છે.
અફઘાનિસ્તાનથી આવ્યો હતો હેરોઇનનો મોટો જથ્થો
અદાણી પોર્ટ અદાણી ઉદ્યોગ ગ્રુપનો હિસ્સો છે. માનવામાં આવી રહ્યુ છે કે પશ્ચિમ ગુજરાતના તેના મુંદ્રા પોર્ટ પર મોટી સંખ્યામાં હેરોઇન પકડાવવાને ધ્યાનમાં રાખતા કંપનીએ આ નિર્ણય કર્યો છે. 13 સપ્ટેમ્બરે અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત ગુજરાતના મુંદ્રા પોર્ટ પર 2 કંટોનરમાંથી 3,000 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવી હતી. આ જથ્થો અફઘાનિસ્તાનથી આવ્યો હતો, જે અફીણના સૌથી મોટા ગેરકાયદેસર ઉત્પાદકમાંથી એક છે.
ગુજરાતના મુંદ્રા પોર્ટ પર મળી હતી 21,000 કરોડની હેરોઇન
હેરોઇનને મોટી મોટી બેગમાં છુપાવવામાં આવી હતી અને કહેવામાં આવ્યુ કે તેમાં અસંસાધિત ટેલ્ક પાઉડર હતો. હેરોઇનને બેગની નીચેના ભાગમાં રાખવામાં આવ્યો હતો અને તેને છુપાવવા માટે ઉપરથી ટેલ્ક પત્થર ભરવામાં આવ્યા હતા. જપ્ત થયેલા હેરોઇનની કિંમત આશરે 21,000 કરોડ રૂપિયા આંકડવામાં આવી હતી.