આદિપુરની યુવતી તેના પુત્ર સાથે રાપર તેના પિયર જઈ રહી હતી ત્યારે રસ્તામાં એક દંપતી અને એક યુવકે લગ્નના હેતુથી તે યુવતી અને તેના સગીર પુત્રનું અપહરણ કરીને તેને અમદાવાદના માંડલ ગામે લઈ ગયા. ત્યાં તેના ગેરકાયદેસર ધર્મ બદલીને તેની સાથે નિકાહ કરવામાં આવ્યા. અને બંનેને ત્યાં ગોંધી રાખ્યા. યુવતીની માતાએ અને તેના પતિએ પોલીસમાં બંનેની ગુમનોંધ લખાવી હતી.
ઘટનાના એક માસ બાદ વૃધ્ધ માતાને રાપરમાં અજાણ્યો શખ્સ મળ્યો હતો જેણે તેની દીકરી જોડે ફોન પર વાત કરાવી હતી. દીકરીએ તેની સાથે થયેલ સમગ્ર ઘટનાની જાણ તેની માતાને કરી, અને તેની માતાએ આ સમગ્ર હકીકત રાપર પોલીસ સ્ટેશનમાં જણાવી પરંતુ પોલીસે તેની ફરિયાદ લખવાને બદલે તેને હાંકી કાઢી. પછી તે વૃદ્ધ માતાએ કોર્ટમાં દાદ માંગી. અને પછી કોર્ટના આદેશ માનીને રાપર પોલીસે તેની ફરિયાદ દાખલ કરી અને વિવિધ કલમો તળે ગુનો દાખલ કર્યો અને શોધખોળ ચાલુ કરી હતી.