આજકાલ પ્રેમ શબ્દથી કોઇ અજાણ નથી. જો કે આજના આ સમયમાં પ્રેમ શબ્દની પરિભાષા કંઇક બદલાઇ જ ગઇ છે. પ્રેમ થયા પછી જ્યારે એમાં નિષ્ફળતા મળે ત્યારે એ પરિસ્થિતિમાં બહાર આવવું દરેક લોકો માટે ખૂબ અધરું થઇ જાય છે. પ્રેમમાં બ્રેક અપ થયા પછી કોઇને ડિપ્રેશન થઇ જાય છે તો કોઇ સ્યુસાઇડ કરીને પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે.
આજના આ યુગમાં પ્રેમમાં બ્રેક અપ થવુ એ ખૂબ સામાન્ય થઇ ગયુ છે. આમ, જો તમારી સાથે પણ કંઇક આવું જ થયુ છે તો આ ટ્રિક તમે પણ અજમાવો અને સ્ટ્રેસ લેવલને ઓછુ કરી દો જેથી કરીને કોઇ બીમારીનો ભોગ ના બનો. સ્ટ્રેસ લેવલ વધવાને કારણે બીપી, ડાયાબિટીસ જેવા અનેક રોગ તમારા શરીરમાં ઘર કરી જાય છે.
તમારા વિચારોવાળા માણસોને મળો
પાર્ટનરની સાથે બ્રેક થયા પછી અનેક લોકો નેગેટિવ વિચારો કરીને પોતાના મગજને ખરાબ કરી નાખતા હોય છે. નેગેટિવ વિચારો તમારા સ્ટ્રેસ લેવલમાં ખૂબ જ વધારો કરી દે છે. આ પરિસ્થિતિમાં તમે ખાસ કરીને એવા વ્યક્તિને મળો જેમના વિચારો તમારા જેવા હોય જેથી કરીને એમને મળીને રિલેક્સ ફિલ કરો. આ પ્રકારની વ્યક્તિને મળવાથી તમે ડિપ્રેશનનો શિકાર નથી બનતા. તમારા મિત્રોને મળો અને એમની સાથે બીજી વાતો કરીને તમારું મન હળવું કરો.
તમારા ફ્રેન્ડ્સ સાથે ફરવાનુ પ્લાનિંગ કરો
બ્રેક અપ થયા પછી ઘરમાં એકલા રહેવાનું ટાળો. આ સમયે આવતા નેગેટિવ વિચારો તમને ડિપ્રેશનનો શિકાર બનાવી દે છે. આ ખરાબ દિવસોમાં તમે તમારા ફ્રેન્ડ્સ સાથે બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરો. બહાર ફરવા જાવો ત્યારે બધા વિચારોને ભૂલી જાવો અને મસ્ત એન્જોય કરો જેથી કરીને તમારો મુડ ફ્રેશ થઇ જાય.