મકરસંક્રાંતિના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિપરિવર્તન 29 વર્ષ બાદ એક ખાસ સંયોગ સર્જાવા જઈ રહ્યો છે. ઉત્તરાયણના દિવસે સૂર્ય અને શનિ મકર રાશિમાં એકસાથે બેસે છે. છેલ્લે આવો સંયોગ વર્ષ 1993માં જોવા મળ્યો હતો. 30 વર્ષમાં શનિ રાશિ પરિવર્તન કરે છે તેથી જ સૂર્ય પુત્ર 29 વર્ષ પછી શનિને મળશે. આ દુર્લભ સંયોગ ચાર રાશિઓને ખૂબ જ ફાયદો કરાવશે.
મિથુન રાશિ
સૂર્ય અને શનિનો આ અદ્ભુત સંયોગ મિથુન રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નોકરિયાત લોકોને ઉચ્ચ પદ મળી શકે છે. આવક વધારતા યોગ બનશે. તમે તમારી કાર્યશૈલીથી બોસને પ્રભાવિત કરી શકશો.
સિંહ રાશિ
સૂર્ય-શનિનો સંયોગ સિંહ રાશિના લોકો માટે કારકિર્દીના નવા માર્ગો ખોલશે. ઓફિસ-બિઝનેસમાં નવી જવાબદારીઓ સાથે આગળ વધવાની તક મળશે. કાર્યોમાં સફળતા અને વખાણ થશે.
ધન રાશિ
ધન રાશિના લોકોને ભૌતિક સુખ મળશે. બેંક-બેલેન્સ વધી શકે છે. સારી નોકરી અને પગારમાં વધારો પણ થઈ શકે છે. લાંબા સમયથી મનમાં ચાલી રહેલી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે.
મીન રાશિ
શનિ-સૂર્યની યુતિ મીન રાશિના લોકોને આર્થિક મોરચે મજબૂત બનાવશે. ધનમાં વધારો થશે, આવકના સ્ત્રોત વધી શકે છે. સરકારી કામમાં સફળતા પ્રાપ્ત થશે. મિત્રો અને સંબંધીઓ સાથેના સંબંધોમાં સુધારો થવાની અપેક્ષા છે.