spot_img

વીઝા લેવા જાઓ તમારી સાથે આવુ બને તો ચુપ ન રહેતા

ગુજરાતમાંથી વિકસીત દેશોમાં સ્થાયી થવા માટે દરેક વ્યક્તિ પ્રયત્નશીલ હોય છે. જેના માટે વિવિધ દેશોએ વિઝાની પ્રક્રિયાઓ રાખી હોય છે. કેટલાક નિયમ પણ બનાવ્યા હોય છે. પરંતુ વિઝા ઈન્ટરવ્યુ સમયે એવા અનુભવો થતાં હોય છે કે બીજીવાર વિદેશ જવા માટે વીઝા ઈન્ટરવ્યુ પણ આપવા જવાની ઈચ્છા ન થાય. આવી જ એક ઘટનાનો વીડિયો અત્યારે સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેખાય છે કે એક મહિલા અમેરીકામા ભારતીય દુતાવાસમાં વીઝા લેવા માટે પહોંચી છે. પરંતુ ત્યાં ઉપસ્થિત અધિકારી વીઝાની અરજી મહિલાને પરત આપી દે છે અને ગુસ્સે થઈને મહિલા અને વ્યક્તિ સાથે ખરાબ વર્તન કરે છે.

સોશ્યલ મિડીયા પરથી જ ઘટનાની મળતી માહિતી આધારે મહિલાના પિતાની મૃત્યુ થઈ ગઈ હતી. પિતાના નિધન બાદ મહિલા તેમના પરિવાર પાસે જવા માંગતી હતી. જેના માટે તે ન્યુયોર્ક સ્થિત ભારતીય દુતાવાસમાં વીઝા લેવા માટે પહોંચી હતી. પરંતુ ભારતીય ઓફિસર મહિલા પર કોઈ કારણ સર ગુસ્સે ભરાઈ ગયા હતા. અને તેની અરજી પણ પરત આપી દીધી. વીડિયોમાં દેખાઈ રહ્યુ છે મહિલા સતત ઓફિસર સમક્ષ માંગ કરી રહી છે. તેને જવુ જરૂરી છે તેને વીઝા આપો. સતત આજીજી કરતી રહી પણ ઓફિસર ન માન્યો અને અરજી પણ મહિલાને પરત આપી દીધુ. જો કે મહિલા અંત સુધી ત્યાં જ ઉભી રહી. પણ ઓફિસર ન માન્યો.

ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ દુતાવાસના ઉચ્ચ અધિકારીઓ સતર્ક થયા. તેમણે ઓફિશિયલ હેંડલ પરથી સુચના આપી કે આ ઘટના સંદર્ભે અમને ફરિયાદ મળી છે. દુતાવાસ જનતાની સેવા માટે છે. કોન્સ્યુલેટ જનરલે નિર્ણય કર્યો છે કે, સંબધિત અધિકારી સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરાશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles