spot_img

યુવતીનો વીડિયો જોઈને બે ઘડી દયાભાભી પણ અચંબિત થઈ ગઈ અને કહી દીધી એવી વાત

ઘણાં લોકો એવાં હોય છે જેઓ હીરો હીરોઈન તથા ટીવી સિરિયલના એક્ટ્રેસ અને એક્ટરની મિમિક્રી કરી લેતા હોય છે. પરંતુ તેમાં ક્યાંકને ક્યાંક કમી રહી જતી જ હોય છે. પરંતુ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી દયાભાભીની મિમિક્રી કરતી આ યુવતીમાં આપને જરા પણ એવું નહી લાગે. સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને આપ આંખ બંધ કરીને જોશો તો આપને જરા પણ એવું નહી લાગે કે આ દયાભાભી બોલી રહી છે કે કોઈ અન્ય યુવતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જી હાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની સૌથી લોકપ્રિય ફેમ દયાભાભી હાલમાં સિરિયલમાં નથી દેખાઈ રહ્યા. ફેંસ પણ દયાભાભીની ફરીથી એંટ્રી થાય તેવી અપેક્ષા શોના ડિરેક્ટર પાસે રાખી રહ્યા છે. પરંતુ અત્યારે સોશ્યલ મીડિયામાં દયાભાભીનો અવાજ જોરદાર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલી યુવતી જ્યોત્સના નામ છે. વિરલ ભાયાણીના ઈન્સ્ટાગ્રામ એકાઉંટ પર મુકલાવમાં આવ્યો છે.

વીડિયોમાં યુવતી કોઈ કોલેજના કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમાં તેના મિત્રો અલગ અલગ એક્ટર અને એક્ટ્રેસની મિમિક્રી કરાવી રહ્યા છે. જેમાં તેને તેના મિત્રો દ્વારા કહેવાઈ રહ્યુ છે કે ટપ્પુ કે પાપા વાળી મિમિક્રી કર તો અને બાદમાં યુવતી હુબહુ દયાભાભીના અવાજમાં તેની મિમિક્રી કરે છે. જેના કારણે તેના મિત્રો અને આસપાસના લોકોમાં ખુશીનો પાસ નથી રહેતો.

ઉલ્લેખનીય છે કે ઘણાં એવાં લોકો હોય છે જેમાં આ પ્રકારે હિડન ટેલેંટ હોય છે. જ્યોત્સનામાં પણ હિડન ટેલેંટ હતુ જે આજે બહાર આવ્યુ અને સોશ્યલ મીડિયા પર આવ્યુ ત્યારે જોરદાર વાયરલ થઈ ગયુ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles