spot_img

2032 સુધીમાં સૈન્યમાં ૫૦ ટકા અગ્નિવીર હશે, બાદમાં દર વર્ષે દોઢ લાખ ભરતી કરાશેઃવાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ બીએસ રાજૂ

નવી દિલ્હીઃ હાલમાં દેશમાં દરેક જગ્યાએ કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાની ચર્ચા છે. એક યોજના જેના હેઠળ યુવાનોને સેનામાં સેવા કરવાની તક મળશે. આ સાથે તેમને સારો પગાર પણ મળશે. આનાથી આવનારા દિવસોમાં સૈન્ય મોરચે દેશની તાકાત વધશે તેવી આશા છે. વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ બીએસ રાજૂના જણાવ્યા અનુસાર, સરકારની આ યોજના દ્વારા વર્ષ 2030-32 સુધીમાં 12 લાખ સૈન્ય કર્મચારીઓમાંથી અડધા ‘અગ્નવીર’ બની જશે. આ યોજના હેઠળ ભરતી કરાયેલા લોકોને ‘અગ્નવીર’ નામ આપવામાં આવ્યું છે.

અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા લેફ્ટનન્ટ જનરલ બીએસ રાજુએ કહ્યું, ‘આ યોજના હેઠળ દર વર્ષે ભરતીની સંખ્યામાં વધારો કરવામાં આવશે. આ વર્ષે 40 હજાર લોકો તેમાં સામેલ થશે. સાતમા અને આઠમા વર્ષ સુધીમાં તેની સંખ્યા 1.2 લાખ સુધી પહોંચી જશે. જ્યારે 10મા અને અગિયારમા વર્ષમાં આ સંખ્યા 1.6 લાખ સુધી પહોંચી જશે.

15 વર્ષ સુધીની નોકરીની તક

આ યોજના હેઠળ આ વર્ષે એરફોર્સ અને નેવીમાં 3000 અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે. જો કે, અહીં પણ દર વર્ષે ભરતીની સંખ્યામાં વધારો કરવામાં આવશે. અગ્નિવીરોની દરેક બેચમાંથી માત્ર 25 ટકા સારા સૈનિકોને આગામી 15 વર્ષ માટે નિયમિત કેડરમાં સામેલ કરવામાં આવશે. જ્યારે બાકીના 75 ટકા ચાર વર્ષ પછી હટાવી દેવામાં આવશે.

સેનાની સરેરાશ ઉંમર વધશે

વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ બીએસ રાજુના જણાવ્યા અનુસાર, આ સ્કીમ સેનાની ફિટનેસમાં પણ વધારો કરશે. તેમણે કહ્યું કે હાલમાં સેનામાં સરેરાશ ઉંમર 32 વર્ષ છે. પરંતુ અગ્નિવીરોની ભરતીના 6-7 વર્ષ પછી આ સરેરાશ ઉંમર ઘટીને 24-26 વર્ષ થઈ જશે.

‘યોજનાથી નુકસાન નહીં થાય’

કેટલાક નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે આ યોજનાથી ભરતી થયા બાદ સેનામાં યુવાનોના ઉત્સાહ અને જુસ્સામાં ઘટાડો થઈ શકે છે. કારણ કે તેમની ભરતી ચાર વર્ષ માટે જ રહેશે. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે દેશમાં બેરોજગારી વધી શકે છે. હકીકતમાં દર ચાર વર્ષ પછી લગભગ 75 ટકા લોકોને છૂટા કરવામાં આવશે. જોકે, બીએસ રાજુ આ દાવાઓને રદિયો આપે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles