દેશ અને દુનિયામાં અત્યારે કોરોનાના નવા વેરીએન્ટ એમિક્રોને ડર ફેલાવી દીધો છે. ગુજરાત સરકાર પણ નવા વેરિએન્ટને લઈને ખુબ જ સતર્ક થઈ ગઈ છે. તમામ મહાનગરનો સત્તાધીશોને સાબદા કરી દેવાયા છે. વેક્સિન આપવા પર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે. જેના અંતર્ગત અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશને જે લોકોએ હજુ પણ વેક્સિન નથી લીધી તેવા લોકો માટે સ્કિમ બહાર પાડી છે.
સ્કિમ અંતર્ગત 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધીમાં અમદાવાદમાં રહેતા બીજો ડોઝ લીધેલા તમામ વ્યક્તિઓમાંથી એક વ્યક્તિને પ્રોત્સાહના ભાગરૂપે I phone આપવામાં આવશે. જેની કિંમત આશરે 60 હજાર રૂપિયા હશે. લકી વિનર માટે અમદાવાદ મનપા લકી ડ્રો કરશે. ડ્રોમાં જેનું નામ ખુલશે તેને આઈફોન મળશે આપવામાં આવશે.
वैक्सीन लीजिये, iPhone जीते।@AmdavadAMC द्वारा #वैक्सीन मुहिम को तेज करते हुए 1 दीसम्बर से 7 दिसंबर तक वैक्सीन का दूसरा डोज लेने वाले लोगो में से एक लकी विजेता को मिलेगा एक iPhone.#COVAXIN #COVISHIELD@AppleSupport @tim_cook @SerumInstIndia @BharatBiotech pic.twitter.com/0NyGVR9xkY
— Janak Dave (@dave_janak) November 30, 2021
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 78,74,817 ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાં 47,72,290 લોકોએ પહેલો ડોઝ લીધો છે. 31,02,527 લોકોએ બીજો ડોઝ લીધો છે.