લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર બગોદરા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. તુફાન ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક પાછળ ગાડી ઘુસી જતા આ દૂર્ઘટના સર્જાઇ હતી. ઘાયલોને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
બગોદરા પાસે ટ્રક અને તુફાન ગાડી વચ્ચે અકસ્માત થયો હતો જેમાં 3 વિદ્યાર્થીના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 10 વિદ્યાર્થીઓને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બગોદરા-તારાપુર હાઇવે ઉપર ટ્રક પાછળ તુફાન ગાડી ઘુસી જતા આ અકસ્માત સર્જાયો હતો.
રાજકોટના 3 વિદ્યાર્થી તુફાનમાં સવાર હતા તેમના મોત થયા છે. રાજ્યકક્ષાની જુડાની મેચ રમવા માટે તે ગોધરા ગયા હતા. એક વિદ્યાર્થિની અને બે વિદ્યાર્થીના મોત થયા હોવાનું જાણવા મળે છે. ગોધરાથી પરત ફરતા બગોદરા પાસે આ અકસ્માત સર્જાયો હતો.
બનાવની જાણ થતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસને જાણ થતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઘાયલ વિદ્યાર્થીઓને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને તેમણે 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે