spot_img

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સર્જને અશક્ય સર્જરી કરી બનાવ્યો રેકોર્ડ

અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલ અશક્ય ગણાતી સર્જરીઓને સફળતાપૂર્વક પાર પાડવા માટે સમગ્ર દેશમાં વિખ્યાત છે. ત્યારે સિવિલ હોસ્પિટલના સર્જને વધુ એક એક જટીલ સર્જરી કરીને પોતાની આવડત પૂરવાર કરી છે. તળાજાના ગરીબ ખેડૂત પરિવારની દિકરીની 90 ડિગ્રી થી વધુ એંગલ ધરાવતી મણકાના ખૂંધની સફળ સર્જરી કરાઈ છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સારડી ગામની 13 વર્ષની દયાના શરીરમાં પાંચ વર્ષની કુમળી વયથી જ કમરના મણકાંની ડિફોર્મિટી(ખામી) શરૂ થઈ હતી. ત્યારથી લઇને ઓપરેશન થયું ત્યાં સુધીમાં તેની ખૂંધનો એંગલ 85 થી 90 ડિગ્રીનો થયો હતો. આવી ડિફોમિટીમાં થ્રી ડાયમેન્શનલ સ્પાયનલ કોલમ ડિફોર્મ થયેલું રહેતું હોય છે.

સામાન્ય રીતે આપણા દેશમાં આ પ્રકારના કૅસ સ્પેશિયાલિટી હોસ્પિટલ્સમાં જ હાથ ધરાતા હોય છે. મહુવા જેવી અંતરિયાળ જગ્યાની આ દિકરીના પિતા તેને મહુવા અને ભાવનગરની 2-3 ખાનગી હોસ્પિટલ્સમાં પણ ઇલાજ માટે લઇ ગયા હતા પણ ત્યાં તેમને 8 થી 10 લાખનો તોતિંગ ખર્ચનો અંદાજ આપવામાં આવ્યો હતો, આટલો મોટો ખર્ચ આ ખેડૂત પરિવાર માટે અશક્ય હતો. ભાવનગર સિવિલથી દિકરીને અમદાવાદ સિવિલમાં લઇ જવાની ભલામણ કરવામાં આવી હતી. છેવટે આ દિકરીને તેના પિતા અમદાવાદ સિવિલમાં લઇ આવ્યાં. આવા જટિલ ઓપરેશન કરતા પહેલા તેનું ઝીણવટભર્યું આયોજન કરવું ખૂબ જ જરૂરી હોય છે, જે માટે અલગ અલગ પ્રકારના એક્સ-રૅ અને સીટી સ્કેન કરાવવા પડે છે. મણકાની જ્યોમેટ્રી જાણી લેવી પડે છે. ડિફોમિટીનું એપેક્સ ક્યાં છે તે પહેલેથી સારી રીતે જાણી લેવું પડે આ સર્જરીનું પ્લાનિંગ જ એક મોટી ચેલેન્જરૂપ હોય છે, જેને સર્જન અને તેમની ટીમે બહુ જ સારી રીતે કર્યું હતું. સર્જરી સાડા પાંચ કલાક સુધી ચાલી હતી.

ઓપરેશન દરમિયાન દિકરીની શરીરની નસોને નુકસાન ન થાય તે માટે ન્યૂરોમોનિટરિંગની સિસ્ટમ પણ મૂકવામાં આવી હતી. આ સિસ્ટમમાં જ્ઞાનતંતુઓ પર જો કોઇ પણ પ્રકારનો સ્ટ્રેસ સર્જાય તો તે તુરંત જ જણાઇ આવે, દિકરીની કમરનો 95 ડિગ્રી સુધીનો કર્વેચર કમરના નીચલા ભાગથી લઇને ગરદનના મણકા સુધી પહોંચતો હતો. આવા કિસ્સામાં કર્વેચરને આખું રોટેટ કરી નોર્મલ એનાટોમિકલ એલાઇન્મેન્ટમાં લાવવું તે જ ઓપરેશનનો સૌથી મોટો પડકારરૂપ હિસ્સો હોય છે. ઓપરેશન દરમિયાન દિકરીના શરીરમાં અલગ અલગ સ્તરે મણકામાં 18 થી 20 સ્ક્રૂ નાખ્યા છે. આ બધા જ સ્ક્રૂને રોડ રોટેશન ટેકનિકનો ઉપયોગ કરી પ્રોપર રોટેશનમાં લાવવામાં આવ્યા છે. શરીરના મસલ્સનું બેલન્સિંગ યોગ્ય થાય એ પ્રમાણે દિકરીની ખૂંધને કરેક્ટ કરવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles