ગુટખા ખાનારાઓના બે ઘડીની મજા માટે ગલ્લા પર ગુટખા ખાવા ધક્કા ખાય છે. અને કમાણી બનાવનારા અને વેંચનારાને થાય છે . બંન્ને એટલુ કમાય છે કે પોતાના સુવાના રૂમમાં પાંચ કરોડ રૂપિયા મુકી રાખે છે.
IT વિભાગે શહેરના બિલ્ડર અને ગુટખાના વેપારી મુસ્તફામિયા શેખના ઘરે અને ઓફિસમાં દરોડો પાડ્યો હતો જ્યાં ITના 160 જેટલા અધિકારી જોડાયા હતા. IT વિભાગના અધિકારીઓને વેપારીના બેડ રૂમમાં બેડ નીચે સંતાડી રાખેલા લગભગ 5 કરોડ રોકડા મળ્યા હતા. બેડરૂમમાંથી ઘરેણાં અને વાંધાજનક દસ્તાવેજ પણ પકડાયા છે. IT એ પૂછપરછ કરતાં વેપારી કે પરિવારના કોઈપણ સભ્ય દસ્તાવેજ અને પૈસા મામલે કોઈપણ પ્રકારોનો ખુલાસો આપી શક્યા નહોતા.
ઉલ્લેખનીય છે કે રોકડા અને વાંધાંજનક દસ્તાવેજ પકડાયા બાદ રોકડ રકમ ગણવા માટે અન્ય બેંકના અધિકારીઓને પૈસા ગણવા માટે બોલાવવાની ફરજ પડી હતી. બેંકના અધિકારીઓને પણ રકમ ગણતાં ગણતાં અડધી રાત પડી હતી.
અમદાવાદમાં 14 સ્થળોએ ITના 160 અધિકારીઓ ત્રાટક્યા હતા અને વહેલી સવારથી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આવકવેરા રેડમાં ટાર્ગેટ પર માણેકચંદ ગુટખાના ગુજરાત ડીલર મુસ્તફામિયા શેખ હતા. તેઓ કાલુપુર અને સારંગપુર ખાતે તેમની મુસ્તફા સેલ્સ એજન્સીના નામે ઓફિસ અને ગોડાઉન ધરાવે છે. NID પાછળ આવેલા તેમના રહેઠાણ સાથે સાથે ભાઇઓ અને અન્ય સંબંધીના ઘરે પણ આઈટીએ રેડ પાડી હતી. રેડમાં રાજકોટ સહિતના શહેરોમાંથી વિભાગના અધિકારીઓને સામેલ કરાયા હતા. દરોડામાં મોટા પ્રમાણમાં રોકડ, દાગીના, લોકર અને રોકડમાં કરેલા વ્યવહારો મળી આવ્યા હતા. તાજેતરમાં તેમણે શહેરના એક ડોકટર સાથે જમીનનો સોદો કર્યો હોવાનું મનાય છે.