ભારતીય ટીમ હવે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ સીરીઝ રમવા જઇ રહી છે. ત્યારે આ મેચ માટે આગામી દિવસોમાં ટીમની જાહેરાત કરવામાં આવવાની છે. ત્યારે હાવમાં ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતીય ટીમના કેપ્ટન તરીકે અજિંક્ય રહાણેની નામની ચર્ચાઓ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડ સામે શરૂ થનારી ટેસ્ટ સીરિઝ માટે ટૂંક સમયમાં ભારતીય ટીમની જાહેરાત થશે. અજિંક્ય રહાણે પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમનો કેપ્ટન બની શકે છે. જ્યારે બીજી ટેસ્ટમાં કોહલી વાપસી કરશે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, ટી-20 સીરિઝ બાદ રોહિત શર્માને આરામ આપવામાં આવી શકે છે, આજે સિલેક્શન કમિટીની બેઠક ચાલી રહી છે, આ બેઠક બાદ ટીમની જાહેરાત કરવામાં આવશે. ટી-20 વર્લ્ડ કપના તુરંત બાદ ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે. અહીં તેમને ત્રણ ટી-20 અને બે ટેસ્ટ મેચ રમવાના છે. પ્રથમ ટેસ્ટ કાનપુર અને બીજી ટેસ્ટ મુંબઈમાં રમાશે.
ટી-20 ફોર્મેન્ટમાં કેપ્ટન્સી છોડી ચૂકેલ વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સીરિઝમાં ભાગ નહીં લે. BCCI દ્વારા વિરાટને આરામ આપવામાં આવ્યો છે, જે પહેલી ટેસ્ટ સુધી ચાલુ રહેશે. એવામાં વિરાટ બીજી ટેસ્ટથી ટીમ ઈન્ડિયા સાથે જોડાશે. તો બીજી તરફ રોહિત શર્મા ટી-20 સીરિઝમાં ભારતીય ટીમની કમાન સંભાળશે. પરંતુ તેમને બન્ને ટેસ્ટ માટે આરામ આપવામાં આવી શકે છે. ઘણા ખેલાડીઓ સતત ક્રિકેટ રમી રહ્યા છે. એવામાં જે ખેલાડીઓ ત્રણેય ફોર્મેટમાં રમી રહ્યા છે તેમને આરામ આપવામાં આવી શકે છે.
- ભારત-ન્યૂઝીલેન્ડ શ્રેણીનું સમયપત્રક
- 17 નવેમ્બર 1લી T20 (જયપુર)
- 19 નવેમ્બર બીજી T20 (રાંચી)
- નવેમ્બર 21 ત્રીજી T20 (કોલકાતા)
- પ્રથમ ટેસ્ટ 25-29 નવેમ્બર (કાનપુર)
- બીજી ટેસ્ટ ડિસેમ્બર 3-7 (મુંબઈ)