જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. અક્ષય તૃતીયાના દિવસને અખાત્રીજના દિવસ તરિકે પણ ઉજવવામાં આવે છે. અખાત્રીજનો દિવસ હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર ખૂબ જ પવિત્ર અને શુભ કાર્યની શરૂઆત કરવા માટે ખૂબ જ શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે.
અક્ષય તૃતીયાના દિવસે દરેક પ્રકારના શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે. તેવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલ શુભ કાર્યમાં સફળતા મળે છે. મોટા ભાગના વ્યક્તિઓ અક્ષય તૃતીયાના દિવસે દરેક પ્રકારના શુભ કાર્યો કરે છે. કોઈપણ નવા વ્યવસાયની શરૂઆત અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવે તો તેમાં સફળતા મળે છે. આ વખતે અક્ષય તૃતીયાનું પવિત્ર દિવસ 3 મે અને મંગળવારના દિવસે આવે છે. આ વખતે અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે અનેક પ્રકારના અદભુત સંયોગ બનવા જઈ રહ્યા છે. જેનો સકારાત્મક પ્રભાવ દરેક મનુષ્યના જીવનનું પણ જોવા મળે છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે મધ અને નાગકેસર તમારા ઘરે અવશ્ય લાવવું જોઈએ. અક્ષયતૃતીયાના દિવસે આ બન્ને વસ્તુઓ તમારા ઘરે લાવવાથી ધન સંબંધીત સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.