બોલીવૂડની એક્ટ્રેસ આલીયા ભટ્ટે પોતે પ્રેગનેંટ હોવાના સમાચાર આપીને તમામને ચોંકાવી દીધા હતા. આલિયાએ ફરી એકવાર સોશ્યલ મીડિયા થકી તમામને ચોંકાવી દીધા છે. આલીયા ભટ્ટના આજે સોશ્યલ મીડિયા પર ફોટોગ્રાફ વાયરલ થયા જેમાં તેનો બેબી બંપ સ્પષ્ટપણ દેખાઈ રહ્યો હતો. ફોટોગ્રાફમાં સ્પષ્ટ દેખાઈ રહ્યુ હતુ તે આલિયા શુટિંગમાં વ્યસ્ત છે. આલિયા પોતાની પ્રેગનેંસીને એન્જોય કરી રહી છે અને સાથે સાથે કામ પણ કરી રહી છે. આલિયાએ પ્રેગનેંટ થયા બાદ બ્રેક લીધો નથી. અત્યારે તે પોતાની પહેલી હોલિવૂડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનની શુટિંગમાં વ્યસ્ત છે.
આજે સોશ્યલ મીડિયામા આલિયાનો બેબી બંપ વાયરલ થયો. ફિલ્મના સેટ પરથી લીક થયેલી તસવીરોમાં આલીયા ભટ્ટનો બેબી બંપ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો હતો. મજાની વાત છે કે આલિયા બ્રેક લેવાના સ્થાને અત્યારે પણ કામ કરી રહી છે. સામાન્ય રીતે ડોક્ટર્સ પણ એ જ કહે છે કે મહિલાઓએ આરામ કરવાના સ્થાને જે કામ કરતાં હોય તે કામ સતત કરતાં રેહવું જોઈએ. આલિયા પણ પોતાના કામમાં કોઈ કચાશ રાખી રહી નથી. ફેંસ પણ તેની હિંમ્મતને દાદ આપી રહ્યા છે અને તેના વખાણ પણ કરી રહ્યા છે. ફોટોગ્રાફમાં દેખાઈ રહ્યુ છે કે આલિયા એક્શન સીન કરી રહી છે. તેને બ્રાઉન રંગનો ડ્રેસ પહેર્યો છે. સેટ પરથી લીક થયેલા આ ફોટોગ્રાફ અત્યારે જોરદાર વાયરલ થઈ રહ્યા છે.
આપને જણાવી દેવા માંગીએ છીએ કે આલિયાએ પોતાની પ્રેગનેંસીના સમાચાર આપીને તમામને ચોંકાવી દીધા હતા. આલિયા ભટ્ટે ઈંન્સ્ટાંગ્રામ એકાઉંટ પર પોસ્ટ કરી હતી. જેમાં તે હોસ્પિટલના બેડ પર સુતી દેખાઈ હતી આ ફોટગ્રાફ સાથે તેણે પોતાના ફેંસને ખુશખબરી આપી હતી.