બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટનો ટ્રેડિશનલ લુક તેના ફેન્સને ખુબ જ પસંદ આવે છે. પરંતુ આ વખતે આલિયાએ ફેશન ફ્લોન્ટ કરતા એવો બ્લાઇઝ પહેર્યો કે લોકો તેના વખાણ કરવાની જગ્યાએ તેને ટ્રોલ કરી રહ્યા છે. મિત્ર અનુષ્કા રંજન કપૂર અને આદિત્ય સીલના સંગીત સમારોહમાં પહોંચેલી આલિયા ભટ્ટે ફંક્શન માટે લાઈમ ગ્રીન અને પિંક લહેંગા પહેર્યો હતો. આ લહેંગા સાથે, તેણે ખુલ્લી પીઠ સાથે ક્રોસ-નેક બ્લાઉઝની પેયર બનાવી હતી. લોકોને તેના આ બ્લાઉઝની ડિઝાઇન પસંદ આવી નહીં અને તેમણે આલિયાને ખુબ જ ખરાબ રીતે ટ્રોલ કરી હતી.
યુઝરે લખ્યું – ઉતાવળમાં તેણે બ્લાઉઝ ઊંધું પહેર્યું ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યું- આલિયાએ કેવું બ્લાઉઝ પહેર્યું છે. ફેશનના નામે બધુ વ્યાજબી છે. જોકે આલિયાના ફેન્સે પણ તેના ડ્રેસિંગના વખાણ કર્યા છે.